તમને જાણીને નવાઈ લાગશે પરંતું એક ખમણના કારણે અમદાવાદના દંપતિનાલગ્નજીવનમાં ભંગાણ પડ્યું છે.અમદાવાદના એક યુવાને એની બહેન અને ભાણેજીને ખમણ ખાવાનો આગ્રહ કર્યો અને પત્નીને ન કર્યો જેના કારણે પત્ની રિસાઈને નિકળી ગઈ હતી.અને અભિયમની ટીમના કાઉન્સેલિંગ પછી પતિના ઘરે પરત ફરી હતી.
ખમણને કારણે લગ્ન જીવનમાં પડ્યો લોચો
અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતા વિનય નામના યુવકે પોતાની ત્યક્તા બહેન અને ભાણેજી સાથેરહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે.એક મિત્રના લગ્નમાં રાજસ્થાન ગયો હતો.અને ત્યા તેને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો.અને બંન્નેએ માતા પિતાના વિરોધમાં જઈને લગ્ન કરી લીધા હતા.લગ્નને એક વર્ષ જેટલો સમય પસાર થયા પછી છેલ્લા કેટલાક સમયથી વિનયની ભાણેજી અને બહેનના કારણે ઝઘડા થતા હતા.
પતિએ પત્નીને ખમણ ખાવા માટે આગ્રહ ન કર્યો
થોડા દિવસ પહેલા વિનયની પત્નીએ કેરીના રસ સાથે ઢોકળાં બનાવ્યા હતા,પણ ભાણેજીને ખમણ ખાવાની ઈચ્છા હતી એટલે વિનય ખમણ લઇ આવ્યો અનેબહેન તથા ભાણેજીને આગ્રહ કરી ખમણ ખવડાવતો હતો.પરંતું પતિએ પત્નીને ખમણ ખાવા માટે પૂછ્યું નહિ,જેના કારણે પત્નીને માઠું લાગી આવતા તે ઘર છોડીને નિકળી ગઈ હતી.
અભયમની ટીમના કાઉન્સેલિંગ બાદ પત્ની ઘરે પરત ફરી
ઘર છોડીને નિકળ્યા બાદ પત્ની અમદાવાદ બસ સ્ટેન્ડ પર રાજસ્થાનની બસની રાહ જોઈ રહી હતી અને રડતી હતી.આ જોઈને કોઈએ મહિલા હેલ્પલાઈનમા કોલ કર્યો હતો.માતા પિતાના વિરોધમાં જઈને લગ્ન કર્યા હોવાથી તે પોતાના પિયરમાં જઈ શકે તેમ ન હતી અને તે અન્ય કોઈ સબંધીને ત્યા પણ જઈ શકે તેમ ન હતી.જેથી અભયમની ટીમ ત્યા જઈને તેનેસખી વન સ્ટોપ લઇ ગઈ.અભયમની ટીમના કાઉન્સેલિંગ પછી પતિના ઘરે પરત ફરી હતી.