By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જાણો, અમેરિકામાં એક મહિલાને એચઆઇવી જળમૂળથી કેવી રીતે મટી ગયો ?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > જાણો, અમેરિકામાં એક મહિલાને એચઆઇવી જળમૂળથી કેવી રીતે મટી ગયો ?
GeneralInternational

જાણો, અમેરિકામાં એક મહિલાને એચઆઇવી જળમૂળથી કેવી રીતે મટી ગયો ?

HM News
Last updated: 18/02/2022 10:24 AM
HM News
3 years ago
Share
SHARE

વોશિંગ્ટન,18 ફેબુ્આરી,2022 ,શુક્રવાર : એચઆઇવી વાયરસથી થતા એઇડઝને અસાધ્ય રોગ ગણવામાં આવે છે.શરીરની રોગ પ્રતિકારકશકિત ક્ષીણ થતી જતી હોવાથી છેવટે દર્દીને બચાવી શકાતો નથી.જો કે અમેરિકામાં એચઆઇવી પીડિત મહિલાનો રોગ જળમૂળથી ખતમ થઇ ગયો હોવાનું જાણવા મળે છે.આ સાથે જ એચઆઇવીને હરાવનારી તે અમેરિકાની પ્રથમ મહિલા બની છે.અમેરિકાના તબીબોને આ સફળતા સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા મળી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એવી વ્યકિતના સ્ટેમસેલ દાન કરવામાં આવ્યા હતા જેની અંદર એચઆઇવી જેવા ખતરનાક વાયરસનો સામનો કરવાની કુદરતી રીતે જ પ્રતિરોધ ક્ષમતા હતી.સંશોધકોનું માનવું હતું કે આ મહિલાની સારવાર માટે જે રીત અપનાવવામાં આવી તે અગાઉ કયારેય અપનાવવામાં આવી ન હતી.૧૪ મહિનાથી મહિલા એકદમ સ્વસ્થ છે એટલું જ નહી તેનામાં એચઆઇવીના કોઇ જ લક્ષણો જોવા મળતા નથી.

આંતરરાષ્ટ્રીય એઇડઝ સોસાયટીના અધ્યક્ષ શરન લેવિને પણ એઇડઝ મટી ગયો હોવાની આ વાતને પુષ્ઠી આપી હતી.નવાઇની વાત તો એ છે કે હવે એક પણ દવા પણ ચાલુ રાખવામાં આવી નથી.જો કે આ મહિલાને ભલે એચઆઇવીને હરાવનારી પ્રથમ મહિલા ગણવામાં આવતી હોય પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ પહેલા દક્ષિણ અમેરિકા મૂળના પુરુષનું સ્ટેમસેલ ટ્રાંસપ્લાન્ટ થયું હતું.

એચઆઇવી ઉપરાંત લ્યુકેમિયાના ઇલાજ માટે જેમાં પ્રથમવાર જ ગર્ભનાળના લોહીનો ઉપયોગ થયો હતો.આ અધ્યન લોસ એન્જેલસની કેલિફોર્નિયા યૂનિવર્સિટીના ડૉ ઇવોન બ્રાઇસન અને બાલ્ટીમોરની જોન હાપકિન્સ યૂનિવર્સિટીના ડૉ ડેબ્રા પરસૉડના નેતૃત્વમાં થયું હતું.આ સ્ટડીનો હેતુ એચઆઇવી ગ્રસ્ત ૨૫ દર્દીઓને સ્ટેમસેલ બદલીને અસાધ્ય રોગ મટાડવાનો હતો.

90 ટકા લોકો ‘ફેક ન્યુઝ’ને ઓળખી શકતા નથી
વાપીમાં માર્ગો સેનેટાઈજ કરાયા
સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજી દેવલોક પામ્યા, જાણો શું છે માતાજીનો મહિમા ઇતિહાસ અને મહત્વ?
લેબનોને ઇઝરાયેલ ઉપર રોકેડ છોડતા મુશ્કેલી વધી
વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વિવાદિત બયાન, હરીફ ઉમેદવારો વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો
Share This Article
Facebook Email Print
Previous Article રણજી ટ્રોફી : આ ક્રિકેટરે ડેબ્યુ મેચમાં જ ત્રેવડી સદી ફટકારી રચ્યો ઈતિહાસ
Next Article રશિયા-યુક્રેન વચ્ચે તનાવઃ અમેરિકાએ યુરોપમાં તૈનાત કરી રાખ્યા છે 100 પરમાણુ બોમ્બ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up