By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જાણો, દુનિયાના આ દેશો જયાં એક પણ રુપિયો ઇન્કમટેક્ષ ભરવો પડતો નથી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > જાણો, દુનિયાના આ દેશો જયાં એક પણ રુપિયો ઇન્કમટેક્ષ ભરવો પડતો નથી
GeneralInternational

જાણો, દુનિયાના આ દેશો જયાં એક પણ રુપિયો ઇન્કમટેક્ષ ભરવો પડતો નથી

HM News
Last updated: 28/04/2022 4:50 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી,27 એપ્રિલ,2022,બુધવાર : ભારતમાં નકકી કરેલી આવક મર્યાદા કરતા વધારે રકમ હોયતો નોકરીયાત, વેપારી અને ઉધોગપતિ સહિત દરેક વ્યકિતએ ઇન્કમટેક્ષ ચુકવવો પડે છે.આવકવેરોએ સરકારની આવકનો એક સ્ત્રોત છે જેનો ઉપયોગ દેશની આંતર માળખાકિય સુવિધાઓ અને સુરક્ષામાં થાય છે પરંતુ દુનિયામાં કેટલાક દેશો એવા છે જયાં ગમે તેટલા નાણા કમાવ તો પણ એક પણ રુપિયો સરકારને ઇન્કમટેક્ષ પેટે આપવો પડતો નથી.આ ઉપરાંત દુનિયામાં પનામા સહિત એવા અનેક ટેકસ હેવન સ્થળો પણ છે જયાં ધનાઢયો મૂડી રોકાણ કરવા આતૂર હોય છે.

બહામાસમાં માત્ર રાષ્ટ્રીય વીમામાં જ યોગદાન આપવું પડે છે
ઉત્તર અમેરિકી મહાદ્વીપમાં એક દેશ આવેલો છે જેનું નામ બહામાસ છે.ટેક્ષ ફ્રી કન્ટ્રી તરીકે જાણીતો છે.આથી વિદેશી મૂડીરોકાણકારોને અહીં રોકાણ કરવામાં રસ પડે છે.બહામાસમાં કર્મચારીઓ અને સ્વરોજગાર ચલાવતા લોકોએ રાષ્ટ્રીય વીમામાં ચોકકસ રકમ આપવી પડે છે એ પછી ઇન્કમટેક્ષની કોઇ જ જફાં નથી.આ નિયમ બહારથી આવીને બિઝનેસ કરતા બિન નિવાસીઓને પણ લાગુ પડે છે.

ઓમાન, સાઉદી અરબ, કતાર અને કુવૈત ટેકસ વિહોણા અરબ દેશો
ઓમાન એક મહત્વનો તેલ ઉત્પાદક દેશ છે.અહીના નાગરિકોએ ગમે તેટલું કમાતા હોય તેમ છતાં ડરવાની જરુર નથી. આવક વેરાની કોઇ જ નોટિસ કે કાનુનભંગ થતો નથી કારણ કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઇજ ટેકસની જોગવાઇ નથી.જો કે ઓમાનમાં 12 થી 15 ટકા જેટલો કોર્પોરેટ ટેકસ લાગે છે એ સિવાય બીજી કોઇ ચિંતા રહેતી નથી.આવી જ રીતે સાઉદી અરબમાં સ્વ રોજગાર ધરાવતા પ્રવાસીઓએ 20 ટકા ટેકસ ચુકવવો પડે છે એ સિવાય કોઇ પણ પ્રકારનો કરબોજ રહેતો નથી.કતાર પણ દુનિયામા વિશાળ તેલ ભંડાર ધરાવતો દેશ છે. ક્રુડ ઓઇલ આ દેશની ચળકાટનું કારણ છે પરંતુ ઇન્કમટેક્ષ વસૂલાતો નથી. કોઇ પણ વ્યકિત કે કર્મચારીની આવક પરના ડિવિડન્ટ.નાણાકિય લાભ, અને ધન સંપતિ ટ્રાન્સફર થવા પર કોઇ જ ટેકસ વસુલાતો નથી. કુવૈતમાં પણ ઇન્કમટેક્ષમાંથી મુકિત મળે છે પરંતુ સોશિયલ ઇન્શ્યોરન્સમાં યોગદાન આપવું પડે છે.

બરબુડામાં 5.5 ટકા પે રોલ સિવાય બીજો કોઇ જ ટેકસ નથી
ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં આવેલા બરબૂડામાં કોઇ ટેકસ નથી. જો કે એક પે રોલ ટેકસ કપાય છે જે દરેકના પગાર અને આવકમાંથી કાપવામાં આવે છે.એક કર્મચારીની આવકમાંથી ટેકસ કાપવાની જોગવાઇ 5.5 ટકા છે.મોનાકો દેશ પણ દુનિયામાં ટેકસ હેવન તરીકે જાણીતો છે.બસ આટલી રકમ કપાઇ જાય પછી વ્યકિત પોતાના બેંક એકાઉન્ટમાં ગમે તેટલા નાણા રાખી શકે છે.આવક અંગે કોઇ પણ પ્રકારની ઉલટ તપાસ થતી નથી.ઇન્ડોનેશિયા પાસે બ્રુનેઇ નામનો દેશ છે.આ દેશમાં ઇનકમટેક્ષના વિકલ્પમાં કર્મચારી ટ્રસ્ટ ફંડ અને સપ્લીમેંટલ કંટ્રીબ્યૂટરી પેંશન યોજના છે જેમાં લોકોએ પૈસા જમા કરાવવા પડે છે.

બારડોલી ગાયત્રી પ્રજ્ઞામંદિરનો 20મો પાટોત્સવ રવિવારે ઉજવાશે
NSEના પૂર્વ CEO રવિ નારાયણની ધરપકડ
તમારૂ બાળક આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વેચાઇ તો નથી ગયું ને? આયા રાખતા પહેલા રહેજો સાવધાન
ઉદ્ધવ ઠાકરે વિશે અપમાનજનક ટિપ્પણી કરતા કંગના રનૌત વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
નાલાસોપારા-વિરારના રહીશોની બસ 80 ફૂટ ઊંડે ખીણમાં ખાબકીઃ 3નાં મોત
Share This Article
Facebook Email Print
Previous Article જાણો: શું છે ગોલ્ડન વિઝા ? જેને વહેંચીને પોતાની ઇકોનોમી સુધારશે શ્રીલંકા?
Next Article ગણેશ નાઈકની આગોતરા જામીન અરજી પર હવે આજે સુનાવણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up