ન્યૂયોર્ક,28 માર્ચ,2022,સોમવાર : ગોલ્ડન વીઝા એટલે કે રોકાણ દ્વારા કોઇ પણ દેશના વિઝા મેળવવામાં ભારતીયોની સંખ્યા વધતી જાય છે.બ્રિટનની હેનલી ગ્લોબલ સિટિઝન્સ ના અહેવાલ મુજબ જે તે દેશના સિટીઝનશીપ રુલ્સ અંગેની ઇન્કવાયરી કરવામાં 2020ની સરખામણીમાં 2021માં ભારતીયોની સંખ્યામાં 54 ટકા વધારો થયો છે.આ યાદીમાં બ્રિટન ત્રીજા અને દક્ષિણ આફ્રિકા ચોથા ક્રમે છે.
આ યાદીમાં કેનેડા 9 માં ક્રમે છે.બ્રિટનમાં ઇન્કવાયરી કરનારા લોકોની સંખ્યા બમણી થઇ છે.રિપોર્ટ અનુસાર દુનિયામાં નાગરિક કાનુન અને નિયમો અંગેની પુછપરછ દક્ષિણ એશિયાના દેશોમાં થાય છે.
જો કે એવું નથી જયાં વધુ ભારતીયો જવા ઇચ્છૂક છે તે અમેરિકા,કેનેડા અને ઇંગ્લેન્ડના નાગરિકો પણ અન્યત્ર જવા માટે ઇન્કવાયરી કરવા લાગ્યા છે.છેલ્લા ત્રણ વર્ષમાં અમેરિકા છોડવા ઇચ્છૂક લોકોની સંખ્યામાં 320 ટકાનો વધારો થયો છે.
2022માં પણ જે રીતે આ ટ્રેન્ડ જોવા મળી રહયો છે તે જોતા 2021 કરતા પણ સંખ્યાની ટકાવારી વધે તેવી શકયતા છે.દુનિયામાં માઇગ્રેશન બાય ઇન્વેસ્ટમેન્ટ (રોકાણ) હેઠળ બીજા દેશમાં રહેવાની ઇચ્છા રાખનારા મોટા ભાગના ધનાઢયો છે.
વિદેશમાં રોકાણ કરવાથી મળતા ફાયદા ઉપરાંત પણ બીજી ઘણી સુવિધાઓ મળતી હોય છે તેનાથી તેઓ આકર્ષાય છે.ઘનાઢય લોકો પોતાના ભવિષ્યને લઇને રોકાણના નવા વિકલ્પો શોધી રહયા છે.
એક માહિતી મુજબ ભારતમાં 2016 થી 2021 સુધીમાં આઠ લાખથી વધુ ભારતીયો પોતાનું નાગરિકત્વ છોડીને વિદેશી નાગરિકત્વ અપનાવી લીધું છે.ડિસેમ્બર 2021 સુધીમાં સૌથી વધુ 42 ટકા ભારતીયોએ અમેરિકાનું નાગરિકત્વ મેળવ્યું હતું.
2017 થી 2021 સુધીમાં 91 હજાર લોકો ભારત છોડીને કેનેડા અને 86 હજારથી ઓસ્ટ્રેલિયા, 66 હજારથી વધુ ઇગ્લેન્ડ અને 23000થી વધુ લોકો ઇટલી જવાનું પસંદ કર્યુ હતું.