By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જાણો ભારતી આશ્રમ જુનાગઢના ગાદીપતિ હરિહરાનંદજીએ આવુ પગલુ કેમ ભર્યુ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > જાણો ભારતી આશ્રમ જુનાગઢના ગાદીપતિ હરિહરાનંદજીએ આવુ પગલુ કેમ ભર્યુ
GeneralVadodara

જાણો ભારતી આશ્રમ જુનાગઢના ગાદીપતિ હરિહરાનંદજીએ આવુ પગલુ કેમ ભર્યુ

HM News
Last updated: 03/05/2022 5:21 AM
HM News
3 years ago
Share
SHARE

વડોદરા : ભારતી આશ્રમના ગાદીપતિ મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદજીનો એક વીડિયો વાયરલ થયો છે.આ વીડિયો તેમના ગુમ થતા પહેલાનો હોવાનું માનવામાં આવે છે.આ વીડિયોમાં હરિહરાનંદજી કહી રહ્યાં છે કે …ભારતી આશ્રમ સરખેજનો ખુબ વિવાદ થયો.એક વર્ષથી અમારા ગુરૃજી ભારતી બાપુ બ્રહ્મલીન થયા ત્યાર પછી થી વિવાદ શરૃ થયો અને સતત શરૃ જ છે.આશ્રમ માગે છે.વિલ મારા નામનું હતું.સામે ફ્રોડ વિલ બનાવ્યા. મને ખુબ દબાણ કરવામાં આવ્યુ દબાણ પુર્વક ઘણા યેનકેન પ્રકારે મારા ઉપર કીચડ ઉડયા અને ઉડાડે એવા માણસોને તૈયાર કર્યા.માણસો પણ કીચડ ઉડાવીને મને દબાણ કરે છે.હું હવે કંટાળી ગયો છું અને કંટાળીને મે આ નિર્ણય લીધો છે કે હવે હું આ છોડીને નીકળી જાઉં’જૂનાગઢ સહિત પાંચ સ્થળોએ ભારતી આશ્રમ આવેલા છેહરિહરાનંદ ભારતીના ગુમ થવા પાછળ અમદાવાદ સરખેજ આશ્રમનો વિવાદ.વિલ મુજબ હરિહરાનંદજી જ ગાદીપતિ હોવા છતાં સરખેજ આશ્રમ છોડવા માટે ખોટા વિલ બનાવીને ધમકીઓ અપાતી હોવાનો આક્ષેપ

જૂનાગઢ સહિત રાજ્યમા પાંચ સ્થળે આવેલા ભારતી આશ્રમના વર્તમાન ગાદીપતિ મહામંડલેશ્વર સ્વામી શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ તા.૩૦ એપ્રિલ શનિવારની રાત્રે વડોદરા નજીક કપુરાઇ ચોકડી પાસેથી રહસ્યમય સંજોગોમાં ગુમ થવા પાછળ અમદાવાદમાં સરખેજ સ્થિત આશ્રમનો વિવાદ કારણભૂત હોવાનું માનવામાં આવે છે.ભારતી આશ્રમના ટ્રસ્ટીઓ સાથે થયેલી વાત મુજબ ‘ભારતી આશ્રમનું મુખ્ય મથક જુનાગઢ ગીરનારની તળેટીમાં આવેલો ભારતી આશ્રમ છે.આ ઉપરાંત અમદાવાદમાં સરખેજ અને સનાથલ એમ બે વિસ્તારમાં ભારતી આશ્રમ છે આ ઉપરાંત સાવરકુંડલામાં વાંસીયા ભાટ ખાતે અને કેવડિયામાં મળીને કુલ પાંચ આશ્રમો છે.ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ વિલ મુજબ ગાદીપતિ તરીકે મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદ ભારતીજીની નિયૂક્તિ થઇ હતી ત્યારથી વિવાદનો પ્રારંભ થયો છે.

ગુજરાતમાં આવેલા પાંચ આશ્રમોમાંથી માત્ર સરખેજ આશ્રમમાં જ આ વિવાદ ચાલી રહ્યો છે.વિલ મુજબ હરિહરાનંદજી જ ગાદીપતિ હોવા છતા તેમની સામે ખોટા આક્ષેપો અને ખોટા વિલ બનાવીને ગાદી છોડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા હતા.હરિહરાનંદજી પાસે તેમને ધમકી આપતા ઓડિયો અને વીડિયો પણ હતા અને છેલ્લે હવે બાપુ ગુમ થયા છે.

નવાબ મલિકના જમાઈ અને પુત્રીએ ફડનવીસને મોકલી માનહાનિની નોટીસ, પાંચ કરોડનુ વળતર માંગ્યુ
ભારત 2021-22માં ‘વી’ શેપ રિકવરી નોંધાવે તેવી આશાઃ RBI ગર્વનર
બરેલીમાં મુસ્લિમ છોકરીએ હિંદુ છોકરા સાથે કર્યા લગ્ન
સુરતમાં વેકસીન લેનાર સાત પોલીસ જવાનો કોરોના પોઝીટીવ
ડાંગ : માજીધારાસભ્ય મંગળ ગાવિત પેટાચૂંટણી પહેલા BJPમાં જોડાયા, કેસરિયા કર્યા બાદ કહી આ વાત
Share This Article
Facebook Email Print
Previous Article જુના પાદરા રોડની ઓફિસમાં દારૂની મહેફિલ માણતા એક યુવતી અને બે યુવકો ઝડપાયા
Next Article કુબેરભવનની તલાટી ઓફિસની છતનો ભાગ તૂટી પડતા દોડધામ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up