By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જાણો, મુંબઇની આ કાળી પીળી બોલીવૂડ ટેકસી સિડનીના માર્ગો પર કેમ દોડે છે ?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > જાણો, મુંબઇની આ કાળી પીળી બોલીવૂડ ટેકસી સિડનીના માર્ગો પર કેમ દોડે છે ?
GeneralInternational

જાણો, મુંબઇની આ કાળી પીળી બોલીવૂડ ટેકસી સિડનીના માર્ગો પર કેમ દોડે છે ?

HM News
Last updated: 27/04/2022 5:20 AM
HM News
3 years ago
Share
SHARE

સિડની,26 એપ્રિલ,2022,મંગળવાર : પ્રથમ નજરે કાળી અને પીળા રંગની કાર જોઇને મુંબઇનો કોઇ વિસ્તાર હોવાનું લાગે પરંતુ આ દ્વષ્ય ઓસ્ટ્રલિયાના સિડની શહેરનું છે.સિડનીના માર્ગો પર એક માત્ર મુંબઇયાં સ્ટાઇલની કાર ફરતી જોવા મળે છે.સિડનીના માર્ગો પર મુંબઇનો માહોલ ઉભો કરતી આ ટેકસી કારનો માલિક અને ડ્રાઇવર જેમી રોબિનસન નામનો એક અંગ્રેજ છે.મૂળ બ્રિટનનો રહેવાસી જેમી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયો છે જેમીએ પોતાની કારનું નામ બોલીવૂડ કાર આપ્યું છે.કારની અંદરનું ડેકોરેશન અને એસેસેરીઝ બોલીવૂડ અંદાજની ઝલક આપે છે.એક સમયે મુંબઇનો દેશી અંદાજ ધરાવતી કાળી પીળી કાર સિડનીમાં કેવી રીતે બની તે જાણવું રસપ્રદ છે.જેમી રોબિન્સનને ભારત પ્રત્યે વિશેષ આકર્ષણ છે તે મુંબઇ અને દિલ્હી સહિતના શહેરોમાં અનેક વાર આવી ચુકયો છે.તેણે પ્રથમ વાર એક ટીવી શો માં કાળા પીળા રંગની ટેકસી જોઇ હતી.આમ પણ મુંબઇમાં આવી ડિઝાઇન ધરાવતી કાર જોયેલી હોવાથી વિશેષ લગાવ પણ હતો.મનમાં વસી ગયેલી ટેકસી કારને ભારતથી ઓસ્ટ્રેલિયા લાવવા ઇચ્છતો હતો પરંતુ નિયમો અને કાનુન તેના માટે સૌથી મોટી અડચણ સમાન હતા.

જેમીએ છેવટે કારમાં વપરાતા વિવિધ પાર્ટસ ભારતથી મંગાવ્યા હતા.પાર્ટસ મળી ગયા પછી ટેકસી કારનો સમગ્ર દેહ સિડનીમાં તૈયાર કર્યો.૩ વર્ષની મહેનતના અંતે એક એસેમ્બલ કાર તૈયાર થઇ જેને બોલિવૂડ કાર એવું નામ આપ્યું હતું.આ કારને લોકો અલગ અલગ ઇવેન્ટસ માટે ભાડે આપે છે.ઇન્ડિયાની કાર ઓસ્ટ્રેલિયામાં જોઇને લોકોને અચંબો થાય છે.અચાનક કાર પસાર થાય ત્યારે સૌનું ધ્યાન ખેંચાય છે.જેમીએ ઓસ્ટ્રેલિયામાં પોતાની કારમાં ભારત ઉભું કર્યુ છે.ભારતીયો આ કારમાં બેસવાનું વિશેષ પસંદ કરે છે.ભારતમાં એક જમાનામાં એમ્બેસેડર ટેકસી કાર ખૂબ ચાલતી હતી.બોલીવૂડની ફિલ્મોમાં પણ તેનું ખૂબ ફિલ્માંકન થયું છે.

૩૬ વર્ષની વયે ધાર્મિક પુસ્તક લખેલું
નાઇજીરિયાના ચર્ચમાં હુમલો: 50ના મોત
RILને FY21 પહેલાં ઋણમુક્ત કરવાના પ્રયાસને બજાર વધાવશે
નિર્મલા સીતારમનના પતિ મોદી સરકાર પર વરસ્યા, કહ્યુ- મદદ કરવાની જગ્યાએ…
કોંગ્રેસના ૨૧ બળવાખોર ધારાસભ્યો ભાજપમાં ઇન
Share This Article
Facebook Email Print
Previous Article યુક્રેનના 87 મિલિટરી બેઝ પર એર સ્ટ્રાઈકમાં 500 યુક્રેની સૈનિકોના મોતઃ રશિયાનો દાવો
Next Article ભારતમાં ઈર્ષ્યાળુ લોકોની એક ગેંગ હંમેશાં ઈચ્છતી કે, હું નિષ્ફળ જાંઉઃ રવિ શાસ્ત્રી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up