કીવ,3 માર્ચ,2022,ગુરુવાર : રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધમાં છેવટે રશિયા સફળ થશે પરંતુ યુક્રેનની આર્મી અને લોકો દ્વારા જે પ્રતિકાર મળી રહયો છે તેનો જોટો જડવો મુશ્કેલ છે.યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ લોકોમાં જે ઉત્સાહ ભર્યો છે તેનાથી આર્મી જ નહી સામાન્ય નાગરિકની પણ હિંમત વધી છે.
યુ કે મિરરમાં પ્રકાશિત માહિતી મુજબ યુક્રેનના ખેડૂતોએ 1 માર્ચના રોજ સાંજે 12 મીલિયન ડોલર (90 કરોડ) ની કિંમતની રશિયન મિસાઇલ સિસ્ટમ કબ્જે કરી હતી.લાખોની કિંમતની અતિ આધૂનિક મિસાઇલ સિસ્ટમ રશિયન ક્રુ ખેતરમાં છોડી જવા મજબૂર બન્યા છે.
વીડિયોમાં કરવામાં આવેલા દાવા મુજબ આ ઉપકરણ પડાવનારા ગ્રામીણોએ જણાવે છે કે રશિયન સૈનિકો એ ઉપકરણ છોડીને ભાગ્ચા હતા. આ ઘટના અંગેનો એક વીડિયો વાયરલ થયો છે. . આ ઘટના દક્ષિણ યુક્રેનિયન પ્રદેશ માયકોલાઇવ ઓબ્લાસ્ટના બશ્ટાન્કા શહેરની નજીક હોવાનું માનવામાં આવે છે. બોરિસ ફિલાટોવ અને ડીનિપ્રો શહેરના મેયરે સૌ પ્રથમ આ વીડિયોને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.
રશિયન મિસાઇલ સિસ્ટમનો નાશ કરવા માટે યુક્રેનિયન ખેડૂતોએ ખેતરમાં ઉભા પાકને આગને હવાલે કરી દીધો હતો.આ મિસાઇલ સિસ્ટમ સરફેસ – ટુ એર,મિસાઇલ,પ્લેન,હેલિરોપ્ટર,યુએવી અને ચોકકસ મિસાઇલો સામે સંરક્ષણ પ્રદાન કરવા તથા હવાઇ હુમલા હેઠળના એકમોને સુરક્ષા પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.