નવી દિલ્હી, 27 એપ્રિલ 2022,બુધવાર : શ્રીલંકા આઝાદી પછીની સૌથી મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે.આ સ્થિતિ માંથી બહાર આવવા માટે આ દેશ ઘણાં પ્રયત્નો કરી રહ્યું છે.શ્રીલંકામાં તેલ, વીજળી સહિત ખાણી-પીણીની અછત છે.દવાઓની અછત સર્જાઈ છે.હજારો લોકો રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે.એક રિપોર્ટ પ્રમાણે શ્રીલંકા હવે ગોલ્ડન પેરાડાઇઝ વીઝાની શરુઆત કરશે.
શું છે ગોલ્ડન પેરાડાઇઝ વીઝા?
કોઈ પણ વિદેશી નાગરિક ચોક્કસ રકમ જમા કરીને લાંબા ગાળાના વિઝા સાથે શ્રીલંકામાં રહી શકે છે અથવા બિઝનેસ કરી શકે છે.જો નાગરિક ઓછામાં ઓછા ભારતીય રૂપિયા 76.5 લાખ જમા કરાવે છે, ગોલ્ડન પેરેડાઇઝ વિઝા પ્રોગ્રામ હેઠળ, વિદેશી નાગરિકોને શ્રીલંકામાં 10 વર્ષ સુધી રહેવા અને કામ કરવાની મંજૂરી આપવામાં આવશે.સરકારે એક નિવેદનમાં કહ્યું હતુ કે, સ્થાઇ થવા માટેના સમય માટે પસા સ્થાનિય બેન્ક ખાતામાં લૉક હોવા જોઇએ.શ્રીલંકાના કેન્દ્રીય મંત્રી નાલાકા ગોદાહેવાએ કહ્યું કે, શ્રીલંકા આઝાદી પછીના સૌથી ખરાબ નાણાકીય સંકટનો સામનો કરી રહ્યો છે, એવા સમયમાં આ યોજના મદદ કરશે.આટલું જ નહી શ્રીલંકાની સરકારે ટાપુ પર એપાર્ટમેન્ટ ખરીદવા માટે ઓછામાં ઓછા 75,000 ડોલર ખર્ચ કરનારા કોઇ પણ વિદેશીને 5 વર્ષ માટે વીઝા લેનારને પણ મંજૂરી આપી દીધી છે.


