નવી દિલ્હી, તા. 05 માર્ચ, 2022, શનિવાર : એવું લાગે છે કે,અલ્લુ અર્જુન (Allu Arjun) ની ફિલ્મ પુષ્પા (Pushpa)નો ખુમાર હજુ પણ લોકોના મગજમાંથી ઉતર્યો નથી.જ્યારથી આ ફિલ્મ રિલીઝ થઈ છે ત્યારથી તેના ગીતો અને ડાયલોગ્સે લોકોના દિલ અને દિમાગ પર એવો જાદુ કર્યો છે કે,દરેક લોકો ફિલ્મના ગીતો અને ડાયલોગ્સ પર રીલ્સ બનાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તેને શેર કરી રહ્યા છે.અહીં સુધી કે,લગ્ન હોય કે,પાર્ટી દરેક જગ્યાએ લોકો શ્રીવલ્લી ગીત પર ડાન્સ કરતા નજર આવી રહ્યા છે.બીજી તરફ હવે સોશિયલ મીડિયા પર એક રમુજી વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને હસી-હસીને તમારા પેટમાં દુઃખવા લાગશે.
આ વીડિયો એક જાનનો છે,જેમાં તમામ જાનૈયાઓ શ્રીવલ્લી ગીત પર એકસાથે ખરાબ રીતે ડાન્સ કરતા નજર આવી રહ્યા છે અને ડાન્સ કરતા-કરતા દરેકની હાલત ખરાબ થઈ ગઈ છે.રસ્તા પર નાચતા આટલા લોકોનું આ દ્રશ્ય જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે,આ વીડિયો ચોક્કસપણે કોઈ જાનનો જ હશે.વીડિયોમાં તમે સાંભળો કે,શ્રીવલ્લી ગીત વાગી રહ્યું છે અને બધા જ આ ગીત પર ડાન્સ કરી રહ્યા છે.બધા જ અલ્લુ અર્જુનના ડાન્સ સ્ટેપને કોપી કરી રહ્યા છે અને કેટલાક લોકો તો ફ્લાવર સમજે ક્યા વાળા ડાયલોગ પર પણ એક્શન કરતા દેખાઈ રહ્યા છે.