– નવું વર્ષ અને ગણતંત્ર દિવસ ઉપરાંત આ તહેવારોમાં પણ રહેશે બેંક બંધ
વર્ષ 2023ના જાન્યુઆરી મહિનામાં કુલ 5 રવિવાર અને 2 શનિવાર ઉપરાંત પણ બીજા 4 દિવસો બેંકમાં રજા રહેશે.વર્ષ 2022ના હવે માત્ર ગણતરીના દિવસો જ વધ્યા છે અને ખુબ જલ્દી નવા વર્ષનું આગમન થશે.નવા વર્ષની શરૂઆત જ રજાના દિવસ એટલે કે રવિવારથી થશે.વર્ષના પહેલા જ મહિનામાં અલગ-અલગ રાજ્યો અને શહેરોમાં કુલ ૧૧ દિવસો બેંકમાં રજા રહેશે.
1 જાન્યુઆરીએ રવિવાર હોવાથી આ વર્ષની શરૂઆત જ રજથી થાય છે.તેવામાં જાન્યુઆરી મહિનામાં અલગ-અલગ રાજ્યો અને શહેરોમાં 2 ,3, 4 અને 26 તારીખે બેંકમાં રજા રહેશે.આ ઉપરાંત 1,7,8,15,21,22 અને 29 જાન્યુઆરીએ બીજો અને ચોથો શનિવાર આવશે.એવામાં જો તમારે આવતા મહીને બેન્કના કોઈ અગત્યના કામ હોય તો આ રજાના દિવસો સિવાય તમે જઈ શકશો.
જાણો ક્યારે બેંકો બંધ રહેશે..
1-1-23 રવિવાર
2-1-23 (આઇઝોલ)
3-1-23 (ઇમ્ફાલ)
4-1-23 ( ઇમ્ફાલ)
7-1-23 બીજો શનિવાર
8-1-23 રવિવાર
15-1-23 રવિવાર
21-1-23 ચોથો શનિવાર
22-1-23 રવિવાર
26-1-23 ગણતંત્ર દિવસ
29-1-23 રવિવાર