જામનગર GPCBનાં અધિકારી પર ACBનો સકંજો કસાતા ભારે ચકચાર મચીવ ગઈ છે. GPCBનાં કલાસ વન ઓફિસર બી. જી. સુતરેજા ACBનાં સકંજામાં બી. જી. સુતરેજા પાસેથી મળી આવી રૂ.5 લાખથી વધુની રોકડ રકમની લાંચના કેસમાં હાથે ચઢી ગયા છે. છેલ્લાં એક મહિનાથી ACB વોચમાં હતું, ACBએ મોડી રાત્રે જામનગરથી અમદાવાદ આવેલા અધિકારીની તલાશી લીધી હતી. બી.જી.સુતરેજા પાસેથી લાખોની રોકડ રકમ મળી આવી હતી.
બી.જી.સુતરેજા જામનગરમાં રહે છે.અમદાવાદમાં ACB પાસે માહિતી હતી કે,દર સપ્તાહે સુતરેજા લાખોની રકમ લઇ આવે છે.અમદાવાદ બાતમીને આધારે ACBએ ઓપરેશન પાર પાડયું અને કલાસ વન ઓફિસર પાસેથી આટલી મોટી રોકડમાં રકમ મળી હોય તેવી આ પ્રથમ ઘટના જામનગરમાં બનવા પામી છે.ACB દ્વારા જોકે આ અંગે કોઈ સત્તવાર માહિતી આપવામાં આવી નથી પરંતુ જો રકમના હિસાબમાં અધિકારી નિષ્ફળ રહેશે તો અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરશે તેવી શક્યતા ચે. જામનગર GPCBનાં ઓફિસરની પુછપરછ ચાલી રહી છે. ACBનાં ઓપરેશનથી સરકારી અધિકારી-કર્મીઓમાં ખળભળાટ મચી ગયો છે.
છેલ્લા કેટલાય સમયથી ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓ સામે રૂપિયા પડાવી લેવાની ફરિયાદો ઉઠી રહી છે, કંપનીઓને કોઇને કોઇ રીતે દબાવીને લાખો રૂપિયાની ખંડણી લેવામાં આવી રહી છે અને ભાજપની વિજય રૂપાણી સરકાર હજુ સુધી ચુપ બેઠી છે, બોર્ડમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર એટલા માટે થઇ રહ્યો છે કે ઉચ્ચ પદો માટે અધિકારીઓ કરોડો રૂપિયા ખર્ચીને GPCB માં આવી રહ્યાં છે, હાલમાં એસીબીએ GPCBનાં કલાસ1 અધિકારી બી.જી.સુતરેજા સામે સકંજો કસ્યો છે, તેમની પાસેથી 5 લાખ રૂપિયાની રોકડ મળી આવતા સનસની ફેલાઇ ગઇ છે.
ગઇકાલે મોડી રાત્રે જામનગરથી અમદાવાદ આવેલા અધિકારી સુતરેજાની એસીબીએ તપાસ કરી હતી,પહેલાથી જ એન્ટી કરપ્શન બ્યુરોને માહિતી મળી હતી કે આ અધિકારી લાખો રૂપિયા લઇને જામનગરથી અમદાવાદ જઇ રહ્યાં છે.હાલમાં એસીબી ઉંડી તપાસ કરી રહી છે કે આખરે આ રૂપિયા કોની પાસેથી પડાવ્યાં છે, એસીબીની આ કાર્યવાહી પછી જામનગર અને ગાંધીનગરની GPCBની ઓફિસમાં અધિકારીઓમાં ડર ફેલાઇ ગયો છે, જો કે GPCB માં આવા તો અનેક ભ્રષ્ટ બાબુઓ છે,જેમની એસીબીએ તપાસ કરવાની જરૂર છે.
કલાસ1 અધિકારી બી.જી.સુતરેજા
મારા પત્ની પાસે વીમો કરાવો તો જ કામ થશે !
ગાંધીનગર GPCB ની ઓફિસમાં કામ કરનારા એક ઉચ્ચ અધિકારીએ હાલમાં લાખો રૂપિયાની લક્ઝુરિયર કાર ખરીદી હોવાની ચર્ચા છે અને તેમના પત્ની વીમા એજન્ટ હોવાથી તેઓ કંપનીઓને દબાવીને બળજબરીથી કોઇને કોઇ વીમા લેવડાવીને મલાઇ ઘર ભેગી કરી રહ્યાં છે, જેની સામે અનેક રજૂઆતો હોવા છંતા ઉચ્ચ અધિકારીઓ ચૂપ છે,આ અધિકારીએ હાલમાં જ એક કંપનીને નિયમો નેવે મુકીને કંપની ચાલુ કરવા મદદ કરી હતી,કંપનીએ ઝેરી કચરો જાહેર જગ્યામાં ઠાલવ્યો હોવા છંતા આ કચરો ઉપાડ્યા વગર જ કંપની ફરીથી ચાલુ કરી દેવામાં આવી છે, તે માટે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ પણ કરવામાં આવી છે.ત્યરે જો આવા બાબુઓની સંપત્તીની તટસ્થ તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે. બીજી તરફ સરકારે પણ પ્રદુષણ સામે કડક થવાની જરૂર છે,પરંતુ ભ્રષ્ટ અધિકારીઓને કારણે કંપનીઓ પણ નિયમો નેવે મુકી રહી છે.


