અમદાવાદ : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના બોગસ બિલ બનાવીને રૃા.૧૧.૩૦ કરોડની ગેરકાયદે વેરાશાખ-ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેનાર જામનગરના વેપારી યોગેશ નગીનદાર વોરાની ધરપકડ કરવામાં આવી છે ેતમને જામનગરની જ્યુડિશિયલ મેજિસ્ટ્રટની કોર્ટમાં રજૂ કરીને તેને ૧૪ દિવસ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાની માગણી કરવામાં આવી છે.પરંતુ કોર્ટે તેમને કેટલા દિવસ કસ્ટડીમાં રાખવાનો નિર્ણય કર્યો છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કચેરીએ અઠવાડિયા પૂર્વે ગુજરાતના ૪૧ વેપારીઓના ૫૬ સ્થળો પર પાડેલા દરોડા દરમિયાન રૃા.૪૮.૧૪ કરોડના ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હોવાનું બહાર આવ્યું છે.જામનગરની મેસર્સ વૈભવ ઇન્ડસ્ટ્રીઝે ૧૯ જેટલી બોગસ પેઢીઓના નામના ર-ા.૬૨.૭૮ કરોડના બોગસ બિલ બનાવ્યા હોવાનું પરંતુ તેની સામે માલ સપ્લાય જ ન કર્યો હોવાનું બહાર આવ્યું છે.આ રીતે તેણે રૃા.૧૧.૩૦ કરોડની ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હતી.આ વૈભવ ઇન્ડસ્ટ્રીઝના માલિક યોગેશ નગીનભાઈ વોરાની ધરપકડ કરવામાં આવી છે.ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટની કલમ ૬૯ની જોગવાઈ હેઠળ યોગેશ વોરાની ધરપકડ કરવામાં આવી છે.
બોગસ બિલિંગ પકડાય છે,પરંતુ રિકરવી આવતી જ ન હોવાનું બહાર આવી રહ્યું છે.ગુજરાતના જીએસટી અધિકારીઓ બોગસ બિલિંગના મોટા મોટા કેસ સોલ્વ કર્યા હોવાના સતત દાવાઓ કર્યા કરે છે,પરંતુ વાસ્તવમાં તેમણે સોલ્વે કરેલા કેસમાંથી વાસ્તવમાં કેટલી રકમની રિકવરી થઈ તેના આંકડાઓ ક્યારેય જાહેર કરતાં નથી.પરિણામે ડિપાર્ટમેન્ટ બોગસ બિલિંગ કરનારાઓ પર તરાપ મારતી હોવાનું જાહેર થાય છે,પરંતુ તેમની પાસેથી ખરેખર નાણાં રિકવર થયા કે નહિ તેની વિગતો જાહેર કરવામાં આવતી નથી.


