જામનગર તા. 17 : ફેબ્રુઆરી,ખેલ મહાકુંભની શાળા કક્ષાએથી રાજ્ય કક્ષા સુધીની અલગ-અલગ વયજુથમાં વિવિધ 29 રમતોની સ્પર્ધાના રજીસ્ટ્રેશન માટે રજિસ્ટ્રેશનના કર્ટેન રેઈઝર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
જે અંતર્ગત આજથી તા.17ફેબ્રુઆરીએ રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,ગાંધીનગર આયોજીત 10માં ખેલ મહાકુંભનો રાજ્યસ્તરે મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે અને રમત ગમત મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી સાંજે 7:૦૦ કલાકે શુભારંભ કરાવવામાં આવશે.અમદાવાદ ખાતે યોજાનાર મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું ગુજરાત સરકાર દ્વારા વંદે ગુજરાત ચેનલ પર લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવશે.તદુપરાંત આ કાર્યક્રમ દૂર દર્શનની વિવિધ ચેનલ તથા જીઓ ટીવી મોબાઇલ એપ્લિકેશન પર પણ પ્રસારિત કરવામાં આવશે. જેના પર જાહેર જનતા નિહાળી શકશે.આ કાર્યક્રમ બાદ ખેલ મહાકુંભ માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ થશે.
આ કાર્યક્રમમાં દરેક જિલ્લા સ્તરેથી જિલ્લાધિકારીઓ,પદાધિકારીઓ જોડાઈ પ્રસારણ નિહાળશે,જેમાં જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી અને અન્ય મહાનુભાવો કાર્યક્રમ નિહાળી વર્ચ્યુઅલ જોડાશે.
જામનગરમાં આજથી થશે 10માં ખેલ મહાકુંભનો પ્રારંભ

Leave a Comment