– તંત્ર દ્વારા કયાંય જગ્યા નહી ફાળવતા સંસ્થાની ઓફિસમાં જ મુકાઇ પ્રતિમા
જામનગર તા.15 : જામનગરમાં હિન્દુ સેના દ્વારા નથુરામ ગોડસે ની આજે પુણ્યતિથિ નિમિત્તે નથુરામ ગોડસે ની પ્રતિમા સ્થાપિત કરી સૂત્રોચાર કર્યા હતા.ગોડસેજીના મૃત્યુ બાદ પણ ન મારા થા, ન મરેગા, સદી ઓ તક જિંદા રહેગા નાં સૂત્ર ને સાર્થક કરવા હિન્દુ સેનાના સૈનિકો એકત્રિત થયા હતા, 8 સપ્ટેમ્બર 2021 ના રોજ હિન્દુ સેનાની અગત્યની બેઠક મળી હતી.જેમાં 15 નવેમ્બર 21 નાં રોજ ગોડસેજીની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમા બેસાડી ભારતના યુવા ધનને રાષ્ટ્ર,ધર્મ અને સંસ્કૃતિ માટે ખપી જવું પડે કે ફાસીનાં માચડે ચડવું પડે તો પણ ખચકાવું નહિ તેવો સંદેશો આપ્યો હતો.વર્તમાન યુગ માં યુવાઓ દબાયેલા છે.પોતાના રાષ્ટ્ર પ્રત્યેની ભાવનાને જગાડવા માટે ગોડસેજી પ્રેરણા રૂપ બનશે.એટલુજ નહિ યુવાઓમાં જોમ,જુશો અને રાષ્ટ્ર,ધર્મ પ્રત્યે ની જાગૃતતા લાવવા આયોજન થયેલ હતું.
ગાંધીજીને ગોળી મારી હત્યા નિપજાવનાર ગોડસેજીની જામનગરમાં પ્રતિમા મુકવાને લઇ અનેક વિવાદો થયા હતા,વિધ્નો આવ્યા હતા.તંત્ર પાસે પ્રતિમા માટે જગ્યાની માંગણી પણ કરવામાં આવી હતી પરંતુ કોઈ જગ્યા ન ફાળવવા માં આવી ન હતી.આખરે સંસ્થાએ પોતાની જ જગ્યામાં ગોડસેજીની પ્રતિમ સ્થાપિત કરી હતી,તેમ જણાવી હિન્દૂ સેના ગુજરાત એ વધુ માં કહ્યું હતું કે તંત્ર પાસે અમારી જાહેર માં પ્રતિમા બેસાડવાની માંગણી કાયમી રહેશે.આ કાર્યક્રમમાં હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટ તેમજ મંદિરના મહંત સંપત બાપુની ખાસ હાજરીમાં હિન્દુ સેના સૌરાષ્ટ્રના યુવા અધ્યક્ષ મયુર પટેલના માર્ગદર્શન થી શહેરના હિન્દુ સેના પ્રમુખ દીપક પિલ્લાઈ તેમજ દેવ આંબલીયા,ભાવેશ ઠુંમર,મયુર ચંદન,ધીરેન નંદા,જયેશ પિલ્લાઈ,પાર્થ ચોવટીયા,પૃથ્વી વાઢેર,જીમી ભરડવા,દિનેશ કેશવાલા,જતીન ઠાકોર,અર્જુન,રામુ,વાશુ વગેરે સૈનિકો ની ઉપસ્થિતિમાં નાથુરામ ગોડસેજીની પ્રતિમા આજે દરબારગઢ પાછળ દુધિયા હનુમાન આશ્રમ ખાતે પ્રસ્થાપિત કરવામાં આવી હતી.