જામનગર : જામનગરમાં લાલ બંગલા સર્કલ ખાતે કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખની આગેવાનીમાં લાલ બંગલા સર્કલ ખાતે મહિલાઓએ સૂત્રોચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યો.લાલ બંગલા સર્કલ ખાતે મહિલાઓએ રસોઈ બનાવી મોંઘવારી મુદ્દે વિરોધ કર્યો છે.શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખે જણાવ્યું હતું કે, રાંધણ ગેસના વધતા ભાવને લઇ મહિલાઓ ચૂલામાં પગ બાળી રસોઈ કરે તેવી સ્થિતિ ઊભી થઈ છે.મોટાભાગના જંગલોનો પણ નાશ કરવામાં આવ્યો છે.ત્યારે મહિલાઓને લાકડા પણ મળી રહ્યા નથી તો ગેસના ભાવ સતત વધી રહ્યા છે.મોંઘવારી મુદ્દે જામનગર મહિલા કોંગ્રેસે આક્રમક કાર્યક્રમ યોજ્યો હતો.