આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા ફરી એકવખત રાજકીય રીતે ચર્ચામાં છે.અગાઉ નિવેદન આપીને રોષનો ભોગ બન્યા હતા.તો હવે પક્ષને લઈને આપેલા નિવેદનથી ગોપાલ ઈટાલિયા ચર્ચામાં છે.મહેસાણા જિલ્લામાં એમની થયેલી ધરપકડ અંગે જણાવ્યું હતું કે, મારો એટલો સવાલ છે કે, જ્યારે મને પકડવા માટે આવ્યા ઓછામાં ઓછા ત્રીસથી ચાલીસ પોલીસ મિત્રો હતા.
અહીંયા પણ ઘણા પોલીસ મિત્રો એન્ગેજ છે. આટલી સરકારી સિસ્ટમ અને વ્યવસ્થા છે એ લોકો માટે વાપરી હોત તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી લાવવાની જરૂર જ ન પડત.જે કરવાનું છે એ કરો તો આ બધુ નહીં કરવું પડે.બાકી જો આવું ને આવું ચાલું રાખશો તો વર્ષ 2022માં ઘરભેગા થઈ જાશો અને કોઈને ખબર પણ નહીં પડે કે, કેવી રીતે થઈ ગયા? ગુજરાતની રૂપાણી સરકાર સત્તામાં પાંચ વર્ષ પૂરા થયાની જુદી જુદી રીતે ઉજવણી કરી રહી છે.બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અનેક એવા મુદ્દાઓ ઉઠાવીને વિરોધ કરી રહી છે.
રાજ્યભરમાં ઠેર ઠેર દેખાવ થઈ રહ્યા છે.મહેસાણા જિલ્લામાં ગોપાલ ઈટાલિયાની ધરપકડ થઈ હતી. એ પછી જામીન પર છૂટકારો થતા ઘણી રીતે રાજકીય માહોલ ગરમાયો છે.ગોપાલ ઈટાલિયા,ઈસુદાન ગઢવી તથા મહેશ સવાણી જન સંવેદના કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જતા હતા.મહેસાણા ટોલ નાકા પાસેથી ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરવામાં આવી હતી.એક જૂના કેસમા એની ધરપકડ કરવામાં આવી હતી.ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, કેસ તો એવો છે કે, ગત વર્ષે નાની એવી મિટિંગ કરી હતી.એ મિટિંગ અનુસંધાને જે કેસ હતો એ કેસમાં આજે પકડ્યા છે.પ્રશ્ન એ છે કે, હું એ કેસ બન્યો. ત્યારથી લઈને આજ દિવસ સુધી મહેસાણામાં પાંચ વખત આવી ચૂક્યો છું.ગત ચૂંટણીના પ્રચારમાં પણ આવ્યો હતો.
ગોપાલે કહ્યું કે, કેસ ત્યારે પણ હતો. ત્યારે મને ન પકડ્યો. હું ભાગી છૂટ્યો કે છુપાઈ ગયો એવું નથી.અહીંયા જ છું. મારો ફોન પણ ચાલું છે.દરરોજ ફેસબુકની અપડેટ આવી રહી છે.એ સમયે મને કોઈએ અરેસ્ટ ન કર્યો.હવે જ્યારે જન સંવેદના કાર્યક્રમમાં આવવાનું થયું.ત્યારે ધરપકડ થઈ. પણ જે હોય તે.આપણે કાયદાકીય પ્રક્રિયાને ફોલો કરીએ છીએ. માનીએ પણ છીએ.મારો સવાલ એટલો જ છે કે, આટલી સિસ્ટમ અને સુરક્ષા લોકોની સેવા માટે વાપરી હોત તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં લાવવાની જરૂર જ ન પડત.આજે ગોપાલ ઈટાલિયા-આમ આદમી પાર્ટીને પકડવા માટે તમારા સ્ટાફ છે.માણસો છે.વાહનો છે.બધુ જ છે.પણ નાના માણસની ફરિયાદ સાંભળવા માટે તમારી પાસે કોઈ અધિકારી નથી.સ્ટાફ નથી.ગ્રાન્ટ નથી. તો જે કરવાનું છે એ કરો.તો આ બધુ નહીં કરવું પડે.આનું આ ચાલું રાખ્યું તો વર્ષ 2022માં ઘરભેગા થઈ જશો.અને કોઈને ખબર પણ નહીં પડે.કે કેવી રીતે થઈ ગયા.


