– બેનામી સંપત્તિનો આંકડો અનેકગણો વધી શકે છે
– કંપનીઓના માલિકો,કર્મચારીઓ તથા અન્યોના નામે પણ લોકર છેઃ કેટલાકમાંથી રોકડ તથા અન્ય દસ્તાવેજો મળ્યા : હજુ વધારે મળી શકે
મુંબઇ : જાલનામાં ઇન્કમટેક્સના ત્રણ સ્ટીલ ઉત્પાદકો,એક ખાનગી ફાઇનાન્સર, સહકારી બેંકમાં છાપા દરમિયાન ૧૨૦ કરોડનો બિનહિસાબી ભંગાર પણ મળ્યો છે. ૫૬ કરોડની રોકડ અને ૧૪ કરોડનું સોનું સામેલ છ ઉપરાંત જમીન,ખેતરો,મકાન, ઓફિસ,બેન્ક થાપણો તથા અન્ય દસ્તાવેજોના આકલન બાદ સંપત્તિનો આંકડો હજુ વધે તેમ છે.આ ઉપરાંત ૩૦ લોકર મળ્યાં છે.તે ખોલાયા બાદ વધુ બેનામી સંપત્તિનું પગેરું મળી શકે છે.
કંપની દ્વારા કોલકત્તાની બોગસ કંપનીઓમાં કરોડોનું રોકાણ દર્શાવાયું છે.આથી મની લોન્ડરિંગની પણ શંકા ઉદ્ભવી છે.આવકવેરા ખાતાં દ્વારા હજુ ૩૦ લોકર ખોલવાના બાકી છે.તેમાંથી વધુ રોકડ તથા અન્ય સંપત્તિના દસ્તાવેજો વગેરે મળી શકે છે તેવી ધારણા છે.
જાલનામાં કાલિકા સ્ટીલ,એસઆરજે સ્ટીલ,ગજકેસરી સ્ટીલ ઉપરાંત ફાઇનાન્સર વિમલરાજ,ડીલર પ્રદીપ બોરાના નિવાસસ્થાન,કંપની અને તેમના ફાર્મહાઉસ પર આઇટી ટીમે ૧થી ૮ ઓગસ્ટ દરમિયાન દરોડા પાડયા હતા.
જૂના જાલના વિસ્તારમાં એસઆરજે સ્ટીલ કંપનીના સંચાલકના નિવાસસ્થાન અને ફાર્મ હાઉસ પર કાર્યવાહી કરવામાં આવી હતી.તે સમયે મોટાપ્રમાણમાં રોકડ રકમ મળી હતી. જાલનામાં વિવિધ સહકારી અને રાષ્ટ્રીય બેંકમાં આ ત્રણ કંપનીના માલિકોએ તેમની કંપનીના કર્મચારીઓના નામથી ૩૦થી વધુ લોકરમાં રોકડ રકમ રાખી હોવાનું જાણવા મળ્યું હતું.લોકરમાંથી ૫૬ કરોડની રોકડ રકમ મળી હતી.આ સિવાય પલંગ,ગાદલા,કબાટમાં નોટો સંતાડવામાં આવી હતી.
રોકડ રકમમાં ૫૦૦- ૫૦૦ની નોટની થપ્પીઓ હતી.આ બંડલો નજીકની બેંકમાં લઇ જવામાં આવ્યા હતા. ૫૬ કરોડ રૃપિયાની ગણતરી કરવામાં અધિકારીઓને દોઢ દિવસનો સમય લાગ્યો હતો.જાલનાની આ ત્રણ કંપનીમાં લોખંડના સળીયા (સ્ટીલ બાર)ના ઉત્પાદન માટે સ્ક્રેપ જરૃરી છે દરમિયાન, ૧૨૦ કરોડ રૃપિયાના સ્ક્રેપનો કોઇ રેકોર્ડ ન હોવાનું જાણવા મળ્યું હતું.
દરોડાની કોઇને શંકા ન જાય માટે આવકવેરાની ટીમો ‘રાહુલ વેડ્સ અંજલિ’ તથા ‘દુલ્હન હમ લે જાયેંગે’ના સ્ટીકર લગાડેલી કારમાં આવ્ય ાહતા. ૧૨૦ વાહનોના કાફલામાં ૨૬૦ અધિકારી,કર્મચારી પાંચ ટીમ બનાવીને ત્રાયક્યા હતા.


