By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જાહેર અપીલ : બ્લાસ્ટમાં બંને આંખો ગુમાવી ચુકેલા કાકા અને ગંભીર ઇજા પામેલા ભત્રીજાને સારવાર માટે રૂપિયાની જરૂરત : જાહેર જનતા મદદનો ધોધ વહાવે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > જાહેર અપીલ : બ્લાસ્ટમાં બંને આંખો ગુમાવી ચુકેલા કાકા અને ગંભીર ઇજા પામેલા ભત્રીજાને સારવાર માટે રૂપિયાની જરૂરત : જાહેર જનતા મદદનો ધોધ વહાવે
GeneralSouth Gujarat

જાહેર અપીલ : બ્લાસ્ટમાં બંને આંખો ગુમાવી ચુકેલા કાકા અને ગંભીર ઇજા પામેલા ભત્રીજાને સારવાર માટે રૂપિયાની જરૂરત : જાહેર જનતા મદદનો ધોધ વહાવે

HM News
Last updated: 21/05/2022 9:09 AM
HM News
3 years ago
Share
SHARE

નવસારી : વાંસદાના મીંઢાબારી ગામમાં લગ્નમાં ત્યારે અફરાતફરી મચી ગઈ જયારે લગ્ન પ્રસંગમાં ભેટમાં મળેલા રમકડાને ચેક કરતા તેમા બ્લાસ્ટ થયો.જ્યારે ભેટમાં મળેલ રમકડાને ચાર્જ કરવા ગયા ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો.આ બ્લાસ્ટમાં 28 વર્ષીય વરરાજા લતેશ ગાવીત અને તેનો 3 વર્ષનો ભત્રીજો જીયાન ગાવીત ગંભીર રીતે ઘાયલ થયા છે.

વરરાજા લતેશ ગાવીતને હાથ,માથા અને મોઢા પર ગંભીર ઇજા થઈ છે.જબરદસ્ત થયેલા બ્લાસ્ટમાં લતેશનો ડાબા હાથનો પંજો કાંડામાંથી છૂટો પડી ગયો છે.બંને આંખોમાં પણ ગંભીર ઇજા થતાં નવસારીની આંખની હોસ્પિટલમાં રીફર કરાયો છે.આ ઉપરાંત તેના ભત્રીજા જિયાંશને પણ માથામાં ગંભીર ઇજા થતાં ખોપડીમાં ફેક્ચર થયું છે.આ ગીફ્ટ મોટી દિકરી સાથે લીવ ઇનમાં રહેતા પૂર્વ પ્રેમી કંબોયા રાજુ પટેલે મોકલાવી હતી.આ ઘટના બાદ પરિવારે વાંસદા પોલીસમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે કાકા લતેશ ગાવિત સારવાર દરમ્યાન સંપૂર્ણપણે પોતાની બંને આખો ગુમાવી ચુક્યા છે જયારે ભત્રીજો જે નાનો બાળક છે એ ગંભીર રીતે ઘવાયો છે અને હાલ હોસ્પિટલમાં બંને સારવાર હેઠળ છે પરંતુ આગળની સર્જરી કે સારવાર કરાવવા સારું આ પરિવારને નાણાકીય સમસ્યા ઉભી થઇ છે જેથી તેમના અંગતજનો અને મિત્રો દ્વારા સોશ્યિલ મીડિયાના માધ્યમથી જાહેર જનતાને નાણાંકીય મદદ કરવા અપીલ કરાઈ છે.જે અંગેનો મેસજ નીચે મુજબ છે તો આથી પ્રબુદ્ધ નાગરિકોને જાહેર અપીલ અમારા અખબાર ”હિન્દુસ્તાન મિરર” ના તેમજ સોશ્યિલ મીડિયાના માધ્યમથી પણ કરીએ છીએ કે આવા દુઃખદ પ્રસંગમાં તમામ નાગરિકો યથાયોગ્ય રીતે આ કાકા અને તેમના ભત્રીજા જિયાંશને શક્ય હોઈ એટલી મદદ કરી માનવતા મહેકાવે અને સમાજની વહારે હર હંમેશ ખડેપગે ઉભા રહ્યા છે એમ સાથ સહકાર આપી સમાજ કલ્યાણના આવા અણધાર્યા પડાવમાં પીડિતની મદદ કરી એક સરસ દાખલો બેસાડે.

કાકા લતેશ ગાવિત અને ભત્રીજા જિયાંશ ગાવિતને તાત્કાલિક આર્થિક સહાયની જરૂરત હોઈ સર્વ સમાજના દાતાશ્રીઓ અને સુરત સહીત દક્ષિણ ગુજરાતના મોભીઓ આ કરુણ ઘટનાના ભોગ બનેલા બંને પીડિતોને સહાયરૂપ થાય એવી તમામને નમ્રભરી અપીલ. ડોનેશન આપવા કે ગુગલ પે મારફતે મદદ કરવા માંગતા હોવ તો નીચે માહિતી આપી છે જેના પર ગુગલ પે અથવા એ નંબર ઉપર ફોન કરી તમારી સહાય પહોંચાડી શકો છો.આ ભગીરથ કાર્યમાં સર્વ સમાજના લોકો મદદરૂપ થઇ એવી પ્રભુ મહાદેવને પ્રાથર્ના અને ઈજાગ્રસ્ત પીડિતો જલ્દી સાજા થઇ જાય તેમજ આ ઘટનાએ અંજામ આપનારા આરોપીઓને કડકમાં કડક સજા મળે એવી પ્રભુ ચરણોમાં સ્નેહાશીષ પ્રાથર્ના. જય હિન્દ ..

( ડોનેશન અને ગૂગલ પે માટે નીચેના નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી )

વાંસદા તાલુકાના મીંઢાબારી ગામે લગ્ન દરમ્યાનજે ભેટ આપી હતી તેમાં ઘવાયેલા કાકા અને ભત્રીજાની વધુ સારવાર માટે ઘણા રૂપિયાની જરૂર પડી છે. મિત્રો …આવા સમયે ખરેખર ફૂલ નહીતો ફૂલની પાંખડી આપી માનવતા દર્શાવવી જોઈએ. ..સાચા અર્થમાં માનવ સેવા એજ પ્રભુ સેવાનો દાખલો આપવાની જરૂર છે….

આરોપીને કડકમાં કડક સજા કરે #GujaratPolice એવી Request #gujaratpoliceofficers
𝙹𝚒𝚢𝚊𝚗𝚜𝚑 𝚙𝚊𝚗𝚔𝚊𝚓𝚋𝚑𝚊𝚒 𝚐𝚊𝚗𝚟𝚒𝚝
𝙵𝚊𝚝𝚑𝚎𝚛: 𝚙𝚊𝚗𝚔𝚊𝚓𝚋𝚑𝚊𝚒 𝚋𝚑𝚊𝚒𝚔𝚞𝚋𝚑𝚊𝚒 𝚐𝚊𝚗𝚟𝚒𝚝
𝙰𝚝: 𝚖𝚒𝚗𝚍𝚑𝚊𝚋𝚊𝚛𝚒
𝚃𝚊: 𝚟𝚊𝚗𝚜𝚍𝚊
𝙳𝚒𝚜𝚝:𝚗𝚊𝚟𝚜𝚊𝚛𝚒 *

GOOGLE PAY Number :

7567757708

રાજ્યસભામાં 79 ટકા કામ થયું, 17 બિલ પાસ થયા, ઉપરાષ્ટ્રપતિ ધનખરે આપી સંપૂર્ણ વિગતો
સરકારે વૃદ્ધ પેન્શન યોજનામાં કર્યો વધારો, 11 લાખ ગુજરાતીઓને થશે લાભ
સાસરીમાં જવા નીકળેલ વ્યારાના યુવાનનું રતનીયા નજીક કાર અડફેટે મોત.
મિથુન ચક્રવર્તિ અને સંઘ પ્રમુખ વચ્ચે થઈ મુલાકાત, અભિનેતાની ભાજપમાં સામેલ થવાની અટકળો તેજ
ક્રાઇમ:કુખ્યાત નાસીર સુરતીએ બિલ્ડર પાસે ખંડણીમાં ઓફિસ અને ફ્લેટ માંગ્યો
Share This Article
Facebook Email Print
Previous Article ‘જેટલા બની શકે તેટલાને મારો’ પુતિનના આ હુકમથી ડોન બાસ નર્ક બની રહ્યું છે
Next Article લો થઇ શરૂઆત કુમકુમ પગલે : બ્લાસ્ટમાં ઘવાયેલાં કાકા -ભત્રીજાની સારવાર અર્થે સુરતના એક જાણીતા સમાજસેવીએ કરી 10 હજારની સહાય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up