By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જિયો પ્લેટફોર્મમાં જનરલ એટલાન્ટિક અધધ… રૂ.૬,૫૯૮.૩૮ કરોડનું રોકાણ કરશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > જિયો પ્લેટફોર્મમાં જનરલ એટલાન્ટિક અધધ… રૂ.૬,૫૯૮.૩૮ કરોડનું રોકાણ કરશે
BusinessGeneralNational

જિયો પ્લેટફોર્મમાં જનરલ એટલાન્ટિક અધધ… રૂ.૬,૫૯૮.૩૮ કરોડનું રોકાણ કરશે

HM News
Last updated: 18/05/2020 8:54 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્‍હી, તા. ૧૮ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ) અને ભારતની સૌથી મોટી ડિજિટલ સર્વિસીસ કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (જિયો પ્લેટફોર્મ્સ)એ ગ્લોબલ ગ્રોથ ઇકિવટી કંપની જનરલ એટલાન્ટિક દ્વારા રૂ.૬,૫૯૮.૩૮ કરોડના રોકાણની જાહેરાત કરી હતી.આ રોકાણથી જનરલ એટલાન્ટિકે જિયો પ્લેટફોર્મમાં ૧.૩૪ ટકા હિસ્સો ખરીદ્યો છે.આ રોકાણથી જિયો પ્લેટફોર્મ્સનું ઇકિવટી મૂલ્ય રૂ. ૪.૯૧ લાખ કરોડ થયું છે અને એન્ટરપ્રાઇઝ મૂલ્ય રૂ.૫.૧૬ લાખ કરોડ થયું છે.આ રોકાણ સાથે જિયો પ્લેટફોર્મે ચાર અઠવાડિયાથી ઓછા સમયગાળામાં ફેસબુક,સિલ્વર લેક,વિસ્ટા ઇકિવટી પાર્ટનર્સ અને જનરલ એટલાન્ટિક સહિત અગ્રણી ટેકનોલોજી રોકાણકારો પાસેથી રૂ.૬૭,૧૯૪.૭૫ કરોડનું રોકાણ મેળવ્યું છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સ અદ્યતન ટેકનોલોજી પ્લેટફોર્મ છે,જે આખા ભારતમાં ૩૮૮ મિલિયન સબસ્ક્રાઇબરને ઉચ્ચ ગુણવત્તાયુકત અને વાજબી ડિજિટલ સેવાઓ પ્રદાન કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે.જિયો પ્લેટફોર્મ્સે બ્રોડબેન્ડ કનેકિટવિટી,સ્માર્ટ ઉપકરણો,કલાઉડ અને એજ કમ્પ્યુટિંગ,બિગ ડેટા એનાલીટિકસ,આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ,ઇન્ટરનેટ ઓફ થિંગ્સ,ઓગમેન્ટેડ અને મિકસ્ડ રિયાલિટી અને બ્લોકચેઇન દ્વારા એની સંપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે.જિયોનું વિઝન ૧.૩ અબજ લોકો અને દેશના તમામ વ્યવસાયોને ડિજિટલ માધ્યમો દ્વારા વ્યવહાર કરવાની સુવિધા આપવાનો છે,જેમાં નાનાં વેપારીઓ,નાનાં વ્યવસાયો અને ખેડૂતો સામેલ છે,જેથી આ તમામ વર્ગો સર્વસમાવેશક વૃદ્ઘિનો લાભ મેળવી શકે.

ગ્લોબલ ગ્રોથ ઇકિવટી કંપની ટેકનોલોજી,કન્ઝયુમર, નાણાકીય સેવાઓ અને હેલ્થકેર સેકટર્સમાંથી રોકાણ કરવાનો ૪૦ વર્ષનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે.તમામ ૧૪ લોકેશન પર આંતરરાષ્ટ્રીયસ્તરના ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ અંતર્ગત સંપૂર્ણ ટીમ તરીકે કાર્યરત જનરલ એટલાન્ટિક ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતાથી સંચાલિત અને લાંબા ગાળાની સાતત્યપૂર્ણ વૃદ્ઘિને ટેકો આપતી કંપનીઓમાં રોકાણ કરે છે.જનરલ એટલાન્ટિક દુનિયાભરમાં પરિવર્તનકારક ઉદ્યોગસાહસો અને કંપનીઓમાં રોકાણ કરવાનો લાંબા ગાળાનો સફળ રેકોર્ડ ધરાવે છે,જેમાં એરબીએનબી,અલીબાબા,એએનટી ફાઇનાન્સિયલ,બોક્ષ,બાઇટડાન્સ, ફેસબુક,સ્લેક,સ્નેપચેટ,ઉબર અને આંતરરાષ્ટ્રીય સ્તરની અન્ય ટેકનોલોજી કંપનીઓ સામેલ છે.

આ સમજૂતી પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, મને વેલ્યુ પાર્ટનર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરના રોકાણકાર જનરલ એટલાન્ટિકને આવકારવાની ખુશી છે.હું કેટલાંક દાયકાઓથી જનરલ એટલાન્ટિક વિશે જાણું છું અને ભારતની વૃદ્ઘિની ઊંચી સંભવિતતાના એના વિશ્વાસની હું પ્રશંસા કરું છું.જનરલ એટલાન્ટિક ભારત માટે ડિજિટલ સોસાયટીનું સર્જન કરવાની અમારી ફિલોસોફીમાં માને છે અને ૧.૩ અબજ ભારતીયોના જીવનમાં ડિજિટાઇઝેશનની પરિવર્તનકારક ક્ષમતામાં વિશ્વાસ ધરાવે છે. અમે જનરલ એટલાન્ટિકની આંતરરાષ્ટ્રીય દક્ષતાનો ઉપયોગ કરવા અને ટેકનોલોજીમાં રોકાણ કરવાના એના ૪૦ વર્ષની સ્ટ્રેટેજિક દ્રષ્ટિએ ઉપયોગી જાણકારીનો લાભ જિયો માટે મેળવવા આતુર છીએ.

જનરલ એટલાન્ટિકના ચીફ એકિઝકયુટિવ ઓફિસર બિલ ફોર્ડે કહ્યું હતું કે,અમે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરની ટોચની ટેકનોલોજી કંપનીઓ અને દૂરદર્શી ઉદ્યોગસાહસોને પીઠબળ પૂરૃં પાડીએ છીએ.અમે જિયોમાં રોકાણ કરીને અતિ ખુશ છીએ. મુકેશ અંબાણી માને છે કે,ડિજિટલ કનેકિટવિટી ભારતીય અર્થતંત્રને વેગ આપવાની સંભવિતતા ધરાવે છે અને દેશભરમાં વૃદ્ઘિને વેગ આપશે. અમને એમના વિઝનમાં પૂરો વિશ્વાસ છે.જનરલ એટલાન્ટિક પરિવર્તનકારક વ્યવસાયોના સ્થાપકોને પીઠબળ પૂરૃં પાડવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. જિયો ભારતમાં ડિજિટલ ક્રાંતિ લાવવામાં મોખરે છે.

જિયોના ડાયરેકટર આકાશ અંબાણીએ કહ્યું હતું કે, અમને આનંદ છે કે ભારત અને ભારતીયોને ડિજિટલ રીતે સક્ષમ બનાવવાની યાત્રામાં પ્રસિદ્ઘ વૈશ્વિક રોકાણકાર જનરલ એટલાન્ટિક અમારી સાથે ભાગીદાર બન્યા છે. જિયો ડિજિટલ સર્વસમાવેશક ભારતનું સર્જન કરવા પ્રતિબદ્ઘ છે, જે દરેક ભારતીય નાગરિકને દ્યણી તકો પ્રદાન કરશે, ખાસ કરીને અમારી અતિ પ્રતિભાશાળી યુવા ટીમ સાથે. જનરલ એટલાન્ટિકનું રોકાણ અને પાર્ટનરશિપ જિયોની યુવા ટીમને આગળ જતાં વધારે મહત્ત્વાકાંક્ષી લક્ષ્‍યાંકો સ્થાપિત કરવા પ્રેરિત કરશે.

જનરલ એટલાન્ટિકના ભારત અને દક્ષિણપૂર્વ એશિયાના મેનેજિંગ ડાયરેકટર અને હેડ સંદીપ નાયકે ઉમેર્યું હતું કે,ઙ્કજનરલ એટલાન્ટિક ભારતમાં રોકાણ કરવાનો આશરે બે દાયકાનો અનુભવ ધરાવે છે,ખાસ કરીને સ્થાપક દ્વારા સંચાલિત વ્યવસાયોમાં,જે અનેબલ્મેન્ટ,સર્વસમાવેશકતા અને પ્રગતિના સિદ્ઘાંતો પર આધારિત છે.ફકત સાડા ત્રણ વર્ષમાં જિયોએ ડેટા અને ડિજિટલ સેવાઓનું ડેમોક્રેટાઇઝેશન કર્યું છે,જે ભારતને અગ્રણી ગ્લોબલ ડિજિટલ અર્થતંત્ર બનાવવાની પ્રક્રિયાને વેગ આપશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોનાના ‘ગુન્હેગાર’ ગણાતા ચીન સામે ૬૨ દેશોનો ચક્રવ્યુહ
Next Article ભારતમાં સૌથી મોટી મંદીની આગાહી, જૂન ક્વાર્ટરમાં GDP 45% ઘટવાની આશંકા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up