જિલ્લા એસ.ઓ.જી શાખામાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીનું મોત

HM News
1 Min Read

બારડોલી,તા.02 ફેબ્રુઆરી 2023,ગુરૂવાર : સુરત જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી 34 વર્ષીય મહિલા પોલીસકર્મીનું કેન્સરની બીમારીને કારણે મોત નીપજ્યું હતુ

મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવાડ ગામે રહેતા અને સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જાશલબા સીસોદીયા (34)નાઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સર જેવી જીવલેણ બીમારીથી પીડાતા હતા.બુધવારે વહેલી સવારે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતુ. પોલીસકર્મીના નિધનથી પરિવાર શોકની કાલીમામાં શરી પડ્યું હતુ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *