વલસાડ, 03 જૂન : સંભવિત વાવાઝોડાની પગલે આગમચેતીના પગલાં રૂપે જિલ્લા કલેક્ટર આર.આર.રાવલે જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.કલેક્ટલરશ્રી રાવલે જણાવ્યું હતું કે, આપત્તિ સમયે ટીમ વલસાડ ડીઝાસ્ટર પાર પાડશે,પરંતુ દરેક અધિકારીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અને પોતાને આત્મ સંતોષ થાય તે રીતે નિભાવે તે જરૂરી છે.સૂચના નહીં પણ અમલવારી કરી ફિલ્ડના સ્ટાફને હેડકવાર્ટરમાં રાખી સતત સંપર્કમાં રહેવા જણાવ્યું હતું.વાવાઝોડાના પગલે જિલ્લામાં એન.ડી.આર.એફ.ની ટીમને સ્ટેેન્ડાબાય તરીકે તૈનાત કરવામાં આવી છે.
સંભવિત વાવાઝોડાને પગલે સ્થળાંતર કરવાનું થાય તો તે માટે શેલ્ટર હોમ,કયા વ્યક્તિને કયાં લઇ જવાનું તેમના માટે રહેવા-જમવાની વ્યાવસ્થાની સાથે કોવિડ-19ને અનુલક્ષીને આગમચેતીના ભાગરૂપે સેનેટાઇઝર તેમજ માસ્કની પૂરતી વ્યયવસ્થા રાખવા,કેન્ટેઇનમેન્ટ વિસ્તાર તેમજ હોમ કવોરન્ટાઇનના લોકો માટે અલગ રહેવાની વ્યમવસ્થા,વૃદ્ધો-બાળકો માટેની વ્યવસ્થા સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આ બેઠકમાં અમલીકરણ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.આ બેઠકમાં પોલીસ અધિક્ષક સુનિલ જોષી,જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર,નિવાસી અધિક કલેક્ટમર એન.એ.રાજપૂત,પ્રાંત અધિકારીઓ સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.