By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જિલ્લા યુથ કોંગ્રેસ અને આદિવાસી સમાજની નવસારી LCB PI દિપક કોરાટને સસ્પેન્ડ કરી ધરપકડ કરવાની માંગ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > જિલ્લા યુથ કોંગ્રેસ અને આદિવાસી સમાજની નવસારી LCB PI દિપક કોરાટને સસ્પેન્ડ કરી ધરપકડ કરવાની માંગ
GeneralSouth Gujarat

જિલ્લા યુથ કોંગ્રેસ અને આદિવાસી સમાજની નવસારી LCB PI દિપક કોરાટને સસ્પેન્ડ કરી ધરપકડ કરવાની માંગ

HM News
Last updated: 03/06/2022 11:38 AM
HM News
3 years ago
Share
SHARE

નવસારી : નવસારીના લુન્સીકૂઈ મેદાન ખાતે 31 મેનાં રોજ GEB જેટકોનાં કર્મચારીઓનાં હક મામલે યોજવામાં આવેલા કાર્યક્રમ દરમિયાન વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલ સાથે પોલીસે ગેર વર્તન કરવામાં આવ્યુ હોવાનું જણાવી પી.આઈને સસ્પેન્ડ તેમજ તેનાં વિરુદ્ધમાં એટ્રોસિટી એકટ મુજબ ગુનો દાખલ કરવા માંગ સાથે જિલ્લા યુથ કૉંગ્રેસ દ્રારા રાજ્યપાલને સંબોધતુ આવેદન બારડોલી પ્રાંતને આપ્યું હતુ.

સુરત જિલ્લા યૂથ કોંગ્રેસે આપેલ આવેદન પત્રમાં જણાવ્યા મુજબ GEB જેટકોનાં આઉટસોર્સિંગનાં કર્મચારીઓનાં હક અને અધિકાર માટે નવસારીના લુન્સીકૂઈ મેદાન ખાતે એક કાર્યક્રમ આપવામા આવ્યો હતો,જે કાર્યક્રમમાં વાંસદાનાં આદિવાસી ધારાસભ્ય અનંત પટેલ હાજર રહી સમગ્ર મામલો ઉજાગર કરી ન્યાય અપાવવા માંગ કરવામાં આવી હતી,પરંતુ સ્થળ પર હાજર નવસારી જિલ્લાના LCB પી.આઈ દિપક કોરાટે આયોજન પૂર્વક અનંત પટેલના ગળાનાં ભાગે હાથની કોણીથી દબાવવાનો પ્રયાસ કર્યો હતો, જે મામલે આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતાં.

સાથે જ આદિવાસી સમાજમાં આક્રોશની લાગણી ઊભી થતા આજરોજ સુરત જિલ્લા યુથ કૉંગ્રેસ પ્રમુખ હર્ષલ સુરેશભાઈ ચૌધરીની આગેવાનીમાં બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ, LCB પી.આઈ દિપક કોરાટને સસ્પેન્ડ કરી એટ્રોસિટી એકટ હેઠળ ધરપકડ કરવા માગ કરવામાં આવી હતી.

રાજ્ય સરકારને આવકમાં 13000 કરોડ કરતાં વધુનો ફટકો પડે તેવી દહેશત
પીએમ મોદીની મુલાકાત પહેલા કાશ્મીરમાં 4 આતંકી ઠાર કરાયા
PM મોદીના ડ્રીમ પ્રોજ્કટને લઇ જાપાનના સૌથી મોટા મીડિયા સમૂહના પત્રકારો ગુજરાતના ગામડાઓમાં રહ્યા છે…
NGOના નામે ગોરખધંધા, હવાલા: CBIના દરોડામાં 10ની ધરપકડ
એપ્રિલમાં જીએસટી ક્લેક્શન રૃ. ૧.૬૮ લાખ કરોડની ઓલટાઇમ હાઇ સપાટીએ
Share This Article
Facebook Email Print
Previous Article વાપી અને સુરત વચ્ચેના ઔદ્યોગિક બેલ્ટને કારણે નવી ટ્રેન શરૂ કરવાની માંગ
Next Article સરીગામ GIDCમાં વેલિયન્ટ ઓર્ગેનિક કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up