જીએસટી કાઉન્સિલ દ્વારા શાહી,એલઈડી લેમ્પ્સ,લાઇટ્સ અને ફિક્સર અને એના મેટલ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પરનો જીએસટી અગાઉના બાર ટકાથી વધારીને ૧૮ ટકા કરવામાં આવ્યો છે ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ(જીએસટી)કાઉન્સિલે માળખામાં રહેલી અસંગતતાઓને દૂર કરવા માટેની ભલામણો હાથ ધર્યા પછી અસંખ્ય વસ્તુઓ પરના જીએસટી દરમાં વધારો કર્યો છે.
જીએસટી કાઉન્સિલે શાહી,પેન્સિલ શાર્પનર,કટલરી,એલઈડી લૅમ્પ્સ,પાવરથી ચાલતા પમ્પ અને ડેરી,મરઘાં અને બાગાયતી મશીનરી સહિતની ઘણી વસ્તુઓ પર લેવીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો.આના સિવાય પ્રી-પૅક્ડ પનીર,દહીં,માખણ,અનાજ-કરિયાણાં પર પાંચ ટકા જીએસટી લાદવામાં આવ્યો છે.આ ફેરફાર સામે આક્રોશ વ્યક્ત કરતાં મુંબઈના વેપારીઓ કહે છે કે આનાથી મોંઘવારી વધશે અને કિસાન આંદોલનની જેમ જ દેશભરના વેપારીઓ રોડ પર ઊતરશે એવા સંકેત મળી રહ્યા છે.
જીએસટી કાઉન્સિલ દ્વારા શાહી,એલઈડી લેમ્પ્સ,લાઇટ્સ અને ફિક્સર અને એના મેટલ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પરનો જીએસટી અગાઉના બાર ટકાથી વધારીને ૧૮ ટકા કરવામાં આવ્યો છે.સોલર વૉટર હીટર અને સિસ્ટમ્સ પર જીએસટી દર પાંચ ટકાથી વધારીને બાર ટકા કરવામાં આવ્યો છે.ચામડાની ચીજવસ્તુઓ અને ફુટવેઅરના ઉત્પાદન સંબંધિત જૉબવર્ક પરનો દર વધારીને બાર ટકા કરવામાં આવ્યો છે અને રોડ, પુલ,રેલવે,મેટ્રો,એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,સ્મશાનગૃહ માટેના વર્ક-કૉન્ટ્રૅક્ટ પરનો દર વધારીને ૧૮ ટકા કરવામાં આવ્યો છે.આ નવા દરો ૧૮ જુલાઈથી લાગુ પડશે.


