ઇન્શ્યોરેન્સ, વર્લ્ડ રેકોર્ડ, સિંગાપુરમાં નોમીનેશન કરાવ્યું
સુરત, તા.૨૨
જીવન વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે. વીમો એટલે જાખમ સામે રક્ષણ. આપણને ખબર નથી કે કાલે શું થશે ? તેથી, આપણે વીમા પોલીસી દ્વારા ભવિષ્યમાં સંભવિત નુકસાનની ભરપાઇ કરવાનો પ્રયાસ કરીએ છીએ. વીમો મહત્ત્વપૂર્ણ છે, પરંતુ વ્યક્તિએ કેટલો વીમો લેવો જાઈએ ? આ નક્કી કરવું પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેથી, વીમા એજન્ટને સંપૂર્ણ તાલીમ આપવી ફરજીયાત છે. આ ઉદ્દેશ્ય સાથે, ઇનોવેટીવ થોટ પ્રોસેસ સંસ્થાના સંચાલક અને ટ્રેનર હિમાંશુ જાષીએ ૧ ઓક્ટોબર, ૨૦૧૯ થી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધી દેશભરમાં સફળ ભારત પ્રવાસનું આયોજન કયુ*. તેમણે સતત ૧૩૧ દિવસ, ૧૩૧ શહેરોમાં ૧૩૧ તાલીમ કાર્યક્રમો કરીને વીમા એજન્ટોને તાલીમ આપી. તેમણે જાતે ૨૨ હજાર કિમી વાહન ચલાવ્યું અને વીમા એજન્ટોને ઉત્સાહિત કરીને લોકોને યોગ્ય રકમનો જીવન વીમો લેવા માટે પ્રોત્સાહિત કર્યા.
સુરતમાં માહિતી આપતા હિમાંશુ જોષીએ જણાવ્યું હતું કે, જીવન વીમા સલાહકારોને ગૌરવ, સન્માન અને માન અપાવવું તે મારા જેવીનનો ઉદ્દેશ્ય છે. તેઓ દેશભરમાં તાલીમ અને પ્રેરણાદાયક કાર્યક્રમોનું આયોજન કરે છે. તેમણે કહ્નાં કે, ગયા વર્ષે કાશ્મીરમાં પુલવામામાં આતંકવાદી ઘટનામાં જાણવા મળ્યું કે ૪૪માંથી ૨૨ શહીદોનો તો જીવન વીમો હતો જ નહીં. જેમનો વીમો લેવામાં આવ્યો હતો તેઓને તેમના પાર્થિવ દેહ ઘરે પહોચે તે પહેલાં જ વીમો ચૂકવવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે તેમણે જીવન વીમા ચૂકવણીની રકમ સાંભળી ત્યારે ખૂબ જ આઘાત લાગ્યો. મોટાભાગના શહીદોનો વીમો માત્ર ૧-૨ લાખનો હતો. આટલી રકમની ચૂકવણીથી પરિવારનું શું થશે ? જ્યારે મેî વીમા એજન્ટોને પૂછ્યું કે તેમણે આટલો ઓછો જીવન વીમો કેમ આપ્યો ? કોઈ વાર કોઈ વિધવા પૂછે કે આખી જીંદગી આટલી ઓછી રકમ લઈને કેવી રીતે ચલાવાશે, તો તમે શું જવાબ આપશો ? તેમણે કહ્નાં કે અમે તો વધુ રકમના વીમાની વાત કરીએ છીએ પરંતુ લોકો સાંભળતા નથી. આ સવાલે મને કંઈક કરવા પ્રેરણા આપી. તે જ સમયે નક્કી કર્યું કે, હું અભિયાન શરૂ કરીને જીવના વીમા એજન્ટને એવી રીતે તાલીમ આપીશ કે લોકો ફક્ત તેમને સાંભળે જ નહીં પરંતુ તેમની વાતનું પાલન પણ કરે.
જીવનમાં જીવન વીમાની ઉપયોગીતા અંગે એજન્ટો માટે તાલીમ યોજાઈ
Leave a Comment