યુએન,તા.૨૦
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ મુજબ જોઈએ તો જીવન ટકાવવા માટેના ધોરણ ક્રમાંકના મામલે ભારત ૭૭માં સ્થાન પર છે, અને બાળકોના ભરણપોષણ, જવાબદારી તથા જાળવણી બાબતની યાદીમાં ભારતનું સ્થાન ૧૩૧મું છે. આ રિપોર્ટમાં મા-બાપ દ્વારા બાળકોના જીવનમાં તેમના પ્રત્યેની જવાબદારી, ઉછેર, આગળ વધવાની તક અને કલ્યાણનો ઉલ્લેખ કર્યો છે. દુનિયાભરના ૪૦થી પણ વધારે બાળ અને કિશોર સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ આ અંગેનો રિપોર્ટ બુધવારે જાહેર કર્યો છે.
આ સંશોધન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, યૂનિસેફ તથા લાંસેટ મેડિકલ જર્નલના સંયુક્ત ત્તત્વાવધાનમાં થયો છે. આ રિપોર્ટમાં ૧૮૦ દેશોની ક્ષમતાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં એ જોવાનું હતું કે, તેમના બાળકો યોગ્ય રીતે ભણી શકે છે, ખુશ રહી શકે છે, વ્યવસ્થિત જીવ જીવી શકે છે કે નહીં. જેમાં જીવન ટકાવવા માટેના ધોરણના ક્રમમાં ભારત ૭૭માં સ્થાને અને ખુશ રહેવાની બાબતમાં ભારત ૧૩૧માં સ્થાને છે. બાળકોના ખુશ રહેવાની યાદીમાં માતા અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પ્રત્યેની જવાબદારી, આત્મહત્યા દર, માતૃ અને શિશુ સ્વાસ્થ્ય સુવિધાન, બુનિયાદી સાફ-સફાઈ અને ઘોર ગરીબીથી મુક્તિ તથા બાળકોને આગળ વધવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
આ રિપોર્ટમાં કહેવાયું છે કે, કોઈ પણ દેશ બાળકોને પોતાના બાળપણને યોગ્ય અને મજબૂત બનાવવાના પ્રયાસમાં યોગ્ય ઉતરતું હોય તેવું જણાતું નથી. આ સંશોધનમાં સામેલ એક શોધ કરતાનું કહેવું છે કે, દુનિયાનો કોઈ પણ દેશ એવી પરિસ્થિતીનું નિર્માણ કરી શક્યા નથી કે, જ્યાં બાળકો વિકસીત થઈ શકે અને તેમને સારામાં સારી સુવિધા અને ઉછેર કરી શકે.
જીવન ટકાવવા માટેના ધોરણ ક્રમાંકમાં ભારત ૭૭મા સ્થાને : યુએન રિપોર્ટ
Leave a Comment