– મોડી રાત્રે ભાજપના MLA કેસરીસિંહએ કર્યો વિસ્ફોટ
– ગોપાલ ઈટાલીયા દ્વારા કેસરીસિંહને અભિનંદન પાઠવવામાં આવ્યા
વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ એક બાદ એક પોતાના ઉમેદવારોના નામો જાહેર કરતી જોવા મળી રહી છે.જેમાં આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા ઉમેદવારોની યાદી જાહેર કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.બીજી તરફ યાદીમાં જાહેર થયેલા નામોને લઈને રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓમાં નારાજગી પણ જોવા મળી રહી છે.જેને લઈને કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓએ પોતાની પાર્ટી સાથે છેડો ફાડ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે.ત્યારે આવા જ નારાજ ધારાસભ્ય કેસરીસિંહે ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણીને લઈ હાલ એડીચોટીનું જોર લગાવતી જોવા મળી રહી છે.તેવામાં ભાજપે આજે ગુરુવારે જ્યારે ઉમેદવારોના નામની જાહેરાત કરી ત્યારે માતર બેઠક પરથી સીટિંગ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને પડતા મુક્યા અને કલ્પેશ પરમારને ટિકિટ આપી હતી.જે પછી કેસરીસિંહ અને તેમના સમર્થકો નારાજ હતા.જેથી તેઓએ ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીનો હાથ પકડી લીધો છે.મહત્વનું છે કે,ભાજપ દ્વારા પોતાના 160 બેઠકો પરના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી.જે બાદ ઘણા લોકોમાં ખુશીનો માહોલ હતો. તો ઘણા લોકો નાખુશ પણ થયા હતા.ઘણા ધારાસભ્યોની ટિકિટ કપાઈ જતા નારાજગી જોવા મળી હતી.જે બાદ માતર બેઠકના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની જગ્યાએ કલ્પેશ પરમારને ટિકિટ મળતાં નારાજ કેસરીસિંહ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેસરીસિંહ આમ આદમી પાર્ટીમાં જોડાતા અગાઉ જુગાર રમતા પકડાયા હોવાની બાબતે જોર પકડ્યું છે.કેસરીસિંહ ભાજપના ધારાસભ્ય હતા ત્યારે તેઓ ફાર્મ હાઉસમાં જુગાર રમતા પકડાયા હતા.ત્યાર બાદથી તેઓને સાઇડ લાઇન કરી દેવામાં આવ્યા હતા.કેસરીસિંહ પંચમહાલના શિવરાજપુર પાસે આવેલા જીમરા રિસોર્ટમાં જુગાર રમતા કેસરીસિંહ સોલંકી અને તેમની સાથેના 26 જુગારીઓને કોર્ટે 2 વર્ષની સજા પણ ફટકારી હતી.આ ઉપરાંત તેમને 4 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. જોકે આ કેસમાં પોલીસે જ્યારે દરોડા કર્યા ત્યારે કેટલાક શખ્સો દારુની મહેફિલ પણ માણી રહ્યા હતા.