અમદાવાદ, 28 ફેબ્રુઆરી 2023 મંગળવાર : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે જુનીયર કલાર્કની પરીક્ષાની તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.આગામી 9 એપ્રિલના રોજ હવે પરીક્ષા લેવામાં આવશે. અગાઉ પેપરલીક થવાના લીધે આ પરીક્ષા છેલ્લી ઘડીએ તાત્કાલીક અસરથી રદ્દ કરવામાં આવી હતી.જેના કારણે લાખો યુવાનોમાં સરકાર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.
અગાઉ 29 જાન્યુઆરીએ હતું પેપર
મળતી માહિતી મુજબ, આજે પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જુનીયર કલાર્કની પરીક્ષાની તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.અગાઉ આ પરીક્ષા 29 જાન્યુઆરીના લેવામાં આવનાર હતી પરંતુ આગલી રાત્રે પેપર ફૂટી જતાં વહેલી સવારે સરકારે આ પરીક્ષા રદ્દ કરવામાં આવનારની જાહેરાત કરી હતી.ઉલ્લેખનીય છે લાખો યુવાનો આ પરીક્ષા આપવા માટે દૂર-દૂરથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ્યા હતા અને છેલ્લી ઘડીએ સરકારે પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરતા રોષ વ્યાપી ગયો હતો.