– પીએમ મોદીના જૂનાગઢમાં આગમન પહેલા જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી
– NCP મહિલા પ્રમુખ રેશમા પટેલની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા
આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. જેમાં તેઓ જૂનાગઢ ખાતે એક મોટી જનસભાનું સંબોધન કરવાના છે.ત્યારે પીએમ મોદીના જૂનાગઢમાં આગનમ પહેલા જ તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસ દ્વારા એનસીપી મહિલા પ્રમુખ રેશમા પટેલની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.જેને પગલે રાજકારણ ગરમાયું છે.પીએમ નરેન્દ્ર મોદીની સભા પૂર્વે જૂનાગઢ પોલીસ એક્શન મોડમાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર PM મોદીના જુનાગઢ ખાતેના કાર્યક્રમમાં કોઈ વિઘ્ન ન આવે તેની સાવચેતીના ભાગરૂપે આજે વહેલી સવારે એનસીપી મહિલા પ્રમુખ રેશમા પટેલને નજર કેદ કરાયા છે.આ વિરોધનો ડર કે પછી કંઈ ઓર તેવી ચર્ચાઓેએ રાજકારણમાં જોર પકડ્યું છે.મહત્વનું છે કે પીએમ મોદીના કાર્યક્રમમાં વિરોધ કરી શકે તેવા એંધાણ હોવાથી આ પક્ષના નેતાઓની અટકાયત શરૂ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.જૂનાગઢમાં વડાપ્રધાન મોદીની મુલાકાત વખતે કોઈ પ્રકારનો વિરોધ ન થાય એ હેતુસર આ પ્રકારના પગલાં લેવાઈ રહ્યા છે.
નોંધનીય છે કે ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્ર ખૂબ જ મહત્વનો હિસ્સો ગણવામાં આવે છે.જેને પગલે આ વખતની મુલાકાતમાં પીએમ મોદી રાજકોટ અને જૂનાગઢની મુલાકાત માટે જશે.જેમાં તેઓ જૂનાગઢ ખાતે મોટી જનસભાને સંબોધવા જઈ રહ્યા છે. તેના પહેલા કાર્યક્રમમાં કોઈ વિઘ્ન ન આવે એની સાવચેતીના ભાગરૂપે રેશ્મા પટેલની પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં નજર કેદ કરાયા છે.