દિલ્હી, તા. 15 સપ્ટેમ્બર 2022,ગુરૂવાર : સુકેશ ચંદ્રશેખર દ્વારા 200 કરોડ થી ખંડણી ઉઘરાવવાનાં કેસમાં દિલ્હી પોલીસ દ્વારા અપાયેલા સમન્સને પગલે બોલીવુડ ડાન્સર નોરા ફતેહી આજે દિલ્હી પોલીસ સમક્ષ હાજર થઈ હતી.નોરા પોલીસ કચેરી ખાતે બ્લેક હૂડીમાં સજ્જ થઈને આવી હતી જેથી મીડિયાના કેમેરાથી પોતાનો ચહેરો છુપાવી શકાય.નોરા ફ્તેહીએ પણ સુકેશ પાસેથી કરોડો રૂપિયાની ભેટ સોગાદો મેળવી હોવાનો આરોપ છે.અગાઉ ઇડી દ્વારા પણ તેની પૂછપરછ થઈ ચૂકી છે.
જોકે, આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જેક્લિન ફર્નાન્ડીઝને સહ આરોપી દર્શાવવામાં આવી છે પણ નોરા ફતેહીને સાક્ષી જ ગણવામાં આવી છે.જેક્લિન આ મુદ્દે ઉકળાટ પણ ઠાલવી ચૂકી છે.તેના દાવા અનુસાર પોતે પણ આ કેસમાં ઠગાઈનો ભોગ જ બની છે.જોકે સુકેશની સહયોગી પિન્કી ઈરાની એ જેક્લિનની હાજરીમાં જ દિલ્હી પોલીસ ને જણાવ્યું હતું કે તેને સુકેશનાં ગુનાની પેહલેથી જાણ હતી.દિલ્હી પોલીસ ની આર્થિક અપરાધ નિવારણ શાખા દ્વારા ગઈકાલે સાડા આઠ કલાક સુધી જેક્લિનની પૂછપરછ કરવામાં આવી હતી.જેકલીનને સુકેશ સાથેનાં તેના સંબંધો અંગે સવાલો પૂછવામાં આવ્યા હતા.

