By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જેતપુર પીઠડિયા ટોલપ્લાઝા પર નવા કોન્ટ્રાકટર દ્વારા ટોલટેકસની ઉઘાડી લૂંટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > જેતપુર પીઠડિયા ટોલપ્લાઝા પર નવા કોન્ટ્રાકટર દ્વારા ટોલટેકસની ઉઘાડી લૂંટ
GeneralGujarat Now

જેતપુર પીઠડિયા ટોલપ્લાઝા પર નવા કોન્ટ્રાકટર દ્વારા ટોલટેકસની ઉઘાડી લૂંટ

HM News
Last updated: 07/05/2022 7:23 AM
HM News
3 years ago
Share
SHARE

વીરપુર (જલારામ) ગત તા. 1 એપ્રિલથી જેતપુર પીઠડિયા ટોલબૂથના કોન્ટ્રાકટર બદલાયા બાદ જલદી નાણાવસૂલી કરવાની લ્હાયમાં લોકો પાસેથી પૈસા ખંખેરવા લાગ્યા છે. એક નિયમ એવો છે કે ટોલબુથ આસપાસના ગામોને આર.સી.બુકના આધારે સ્થાનિક વાહન ગણીને માત્ર દસ રૂપિયા જ ટોલ વસુલવો જોઈએ પણ અહી નવા કોન્ટકટરના માણસો દાદાગીરી કરીને સ્થાનિક ગ્રામ્યવિસ્તારના વાહન ચાલકો પાસેથી રૂ. 40 કે 80 રૂપિયાની વસુલાત કરતા હોવાથી લોકોમાં હોબાળો મચી ગયો છે.જો ટેકસ ન આપે અને કોઈ નિયમ બતાવે તો એનો મોબાઈલ ફોન પણ આંચકી લે છે.

હાઈવે ઓથોરિટીનો નિયમ છે કે સાંઈઠ કિલોમીટરમાં બે ટોલ બૂથ ન હોઈ શકે આમ છતા સાંઈઠ કિલોમિટરની રેન્જમાં ભરૂડી-ભુણાવા ટોલનાકુ અને બીજુ પીઠડિયા ટોલનાકુ આવેલુ છે.જેમાંથી ભૂણાવા ભરૂડી ટોલનાકુ હટાવી દેવાને બદલે ત્યાં હાલ ટોલ ટેકસ વસુલાય છે.ટોલપ્લાઝાના પરપ્રાંતીય અને સ્થાનિક કર્મચારીઓ દાદાગીરી કરે છે.ટેકસ ચૂકવનારાઓ સાથે ગેરવર્તન કરે છે.તેમજ મારામારી પર ઉતરી આવે છે.

જયારે જુના કોન્ટ્રાકટર હતા ત્યારે નિયમાનુસાર ટોલપ્લાઝાની નજીકની રેન્જના ગામોના વાહનોને ફકત રૂ. 10ની જવસુલાત કરતા હતા.આ નવા કોન્ટ્રાકટરે નિયમોને નેવે મૂકીને આડો આંક વાળી દીધો છે.અને ચાર ગણી વધુ વસુલી કરે છે.અગાઉ ગોમટા, વીરપુર,પીઠડિયા, કાગવડ, ખોડલધામ, થોરાળા સહિતના ગામોને ફકત દસ રૂપિયા જ ટોલટેકસ ચૂકવવામાં આવતો હતો.આ માટે વાહન ધારકે આર.સી.બૂક બતાવવાની રહેતી એના આધારે એના ગામની વિગત મળી જતી હતી જેથી ખરાઈ કરીને આ સવલત અપાતી હતી.આ બાબતે હાઈવે ઓથોરિટી નવા કોન્ટ્રાકટર સામે લગામ નહી કસે તો ગ્રામજનતાના આંદોલન કરશે.

એનએસઈ કો-લોકેશન કેસમાં અંતે ચિત્રા રામકૃષ્ણની ધરપકડ
તાંતીથૈયામાં એક જ રાતમાં બે મોટરસાયકલની ઉઠાંતરી
મદદ માટે લાંચ? મેહુલ ચોકસીની મદદ માટે તેના ભાઈએ ડોમિનિકાના વિપક્ષ નેતાને આપ્યા આટલા લાખ ડોલર
બે દિવસ પૂર્વે અમિતભાઈ શાહે અમદાવાદની મુલાકાત લઇ તખ્તો ગોઠવી દીધો હતો
સોમનાથમાં 30 કરોડના ખર્ચે નવનિર્મિત સર્કિટ હાઉસનું લોકાર્પણ કરતાં PM મોદી
Share This Article
Facebook Email Print
Previous Article રાજકોટ જિલ્લામાં પાણીની વિકટ સ્થિતિ, વિંછીયાનાં ગામોમાં સ્થળાંતરની નોબત
Next Article ક્યૂબા: હવાનાની લક્ઝરી હોટેલ સારાટોગામાં વિસ્ફોટ, બાળકો સહિત 22 લોકોના મોત, 74 ઘાયલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up