દિલ્હીની સરકારી શાળાઓમા “હેપ્પીનેસ અભ્યાસક્રમ” શરૂ કરવામા આવેલ છે.ત્યારે ટ્રમ્પ પત્નિ મેલાનિયા દક્ષિણ દિલ્હીની આવી એક શાળાની મુલાકાત લેવાના છે તેઓશ્રીની સાથે જવામા કેજરીવાલ અને સિસોદિયાની બાદબાકી કરી નાખવા બાબતે દિલ્હીવાસીઓમાં ભારે નારાજગી પ્રસરી ગઈ છે તો ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પાછળ થનારો ખર્ચ અંગે આમ પ્રજામાં મોટા પ્રમાણમાં શંકા-કુશંકાઓ ઉભી થવા પામી છે…..! જેનું કારણ છે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જાહેર કરેલી વાતો… તો વડાપ્રધાન મોદી-શાહ માટે ગાળો બોલતો વાયરલ થયેલ વિડિયો અને ઓવૈસીની જાહેર સભામાં પાક.ઝિંદાબાદના નારા બોલાવતી અમૂલ્યા અંગે દિલ્હીના રાજકીય ક્ષેત્રે તેમજ ગુજરાતના શિક્ષિત વર્ગ સહિતના લોકો ભારે ચર્ચા સાથે આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે…. દિલ્હી શાહીબાગનું સીએએ કાયદા વિરુદ્ધ ગાંધી ચિંધ્યા રસ્તે બે માસથી ચાલી રહેલા મહિલા આંદોલનને સમેટવા સુપ્રીમ કોર્ટે આંદોલનકારીઓ સાથે વાત કરવા જાણીતી બે હસ્તીને મોકલ્યા હતા. પરંતુ વાતચીત કરવામા મહિલાઓની જુમલાબાજી શરૂ થઈ હતી…આમ છતાં આંદોલનકારીઓ રસ્તા પરથી હટી ગયા હતા. પરંતુ પોલીસની તેમની સાથેના વાણી, વર્તન, વ્યવહારથી આંદોલનકારી મહિલાઓમાં આક્રોશ ફરી વળ્યો હતો. પરિણામે આંદોલનકારી મહિલાઓ પુનઃ રસ્તા પર બેસી ગયા હતા. અને માંગ કરી હતી કે પહેલા સીએએ હટાવો પછી વાત કરીશું. જોકે આંદોલનકારી મહિલાઓના પ્રતિનિધિઓને મળવા માટે બોલાવ્યા હતા…. પરંતુ કોઈ પણ મળવા ગયા ન હતા. તેથી વાર્તાકારો પણ કંટાળી ગયા હતા. હવે સુપ્રીમ કોર્ટ શુ કરે છે તેના પર બધો આધાર છે…..!? તાજમહેલને ધોઈને સ્વચ્છ કરવા સાથે તેની ફરતા વિસ્તારોને નવી દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યાં છે. પરંતુ અમદાવાદમાં કરેલ અધધ રૂપિયા ૧૩૦ કરોડના ખર્ચ જેટલો ખર્ચ નહીં હોય… ત્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અમેરિકામાં હાઉડી કાર્યક્રમમાં જે ખર્ચ થયો તે *ટેક્સાસ ઇન્ડિયા ફોરમે* કરેલો અને ટ્રમ્પની મુલાકાત પાછળનો ખર્ચ *ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિ* કરી રહી છે તેવી સ્પષ્ટતા કરતા રાજકીય તેમજ દેશભરના દરેક ક્ષેત્રમાં શંકા- કુશંકાઓ પેદા થઈ ગઈ છે….! કારણ આ સમિતિની વાત ગઇકાલે શુક્રવારે જાહેર થઇ છે. જોકે બંને કાર્યક્રમ યોજનાર આયોજક સમિતિના પદાધિકારીઓ કોણ છે…? તેની કોઈજ સ્પષ્ટતા કરતા નથી..કે તેનો કોઈ ફોડ પાડયો નથી. જેનો મતલબ થનાર કરોડોના ખર્ચમાં ગરબડ-ગોટાળા છે. તેવું આમ પ્રજાનું માનવું છે…..! ત્યારે જવાબદારો ખુલાસો કરશે કે કેમ….?
ટ્રમ્પ પત્ની મેલેનિયા વિદ્યાર્થીઓમાં તળાવ ઉભો ન થાય તે માટે દિલ્હીની શાળાઓમા શરૂ કરવામા આવેલ *હેપ્પીનેસ અભ્યાસક્રમ*ને માણવા- જાણવા દક્ષિણ દિલ્હીની એક શાળાની મુલાકાત લેવાના છે. પરંતુ તેમની સાથે દિલ્હી રાજ્યના મુખ્યમંત્રી કેજરીવાલ કે સિસોદિયા નહી હોય તે વાત જાણીને દિલ્હીવાસીઓમાં નારાજગી ફરીવળી છે…! તેમનું કહેવું છે કે દેશભરમાં શિક્ષણ ક્ષેત્રે આગવી તરાહ અપનાવનારા, સરકારી શાળાઓને આધુનિક બનાવનારાઓ, સારું નહિ પરંતુ સર્વશ્રેષ્ઠ શિક્ષણ માટેનો પાયો મજબૂત કરનારાઓ કેજરીવાલ અને સિસોદિયાને કયા કારણોથી દૂર રાખવામાં આવ્યા છે….? શું ભાજપનું કંઈ લૂંટાઈ જાય છે….? તવા પ્રશ્નો કરતા કહે છે નર્મદા બંધ માટે ચીમનભાઈ પટેલને તેમજ કોંગ્રેસને જશ આપવો પડે પરંતુ તેને ભૂલાવીને નરેન્દ્ર મોદીએ કે ભાજપાએ નર્મદા ડેમ ઉભો કર્યો છે તેવી વાતનો લોક વિરોધ ન થયો એટલે દિલ્હીમાં પણ આવી વ્યુહ રચના અપનાવી છે..? તેવો પ્રશ્ન દિલ્હીના લોકો કરી રહ્યા છે. જો ભાજપા કે કેન્દ્ર સરકારના નેતાઓ દિલ્હીની શાળા મુલાકાત માટે ગુજરાત જેમજ ચલાવી શકાશે તેવુ સમજતા હોય તો તેઓ થાપ ખાઇ રહ્યા છે….! જો સમજે તો સારું નહીં તો ભવિષ્યમા ભાજપાનેજ મોટું નુકસાન જશે….!!
ગુજરાતના રાજકીય ક્ષેત્રે અને લોકોમાં ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત અંગે કરવામાં આવતા ખર્ચ અંગે અનેક શંકા-કુશંકાઓ વ્યક્ત થઈ રહી છે… કારણ ખર્ચ સામે કોઈ વળતર મળવાનું નથી….! તો ટ્રમ્પે ખુદે પણ કહી દીધું છે કે અમેરિકાના હિતમાં હશે તો જ વ્યાપાર કરાર કરીશું… તો શું ભારતે તેનું હિત ભૂલી જવાનું…..? રૂ. ૧૩૦ કરોડ જેવો માતબર ખર્ચ થવાનો છે તો તેનો મતલબ શો….? આટલા પૈસા અમદાવાદમાં ઝૂંપડપટ્ટી દૂર કરવા બહુમાળી આવાસો બનાવી ઞુપડા વાળાઓને વસાવી દેવાય તો…..?ઝૂપડ પટ્ટી રહેજ નહીં. કે દેખાય પણ નહીં…! ઉપરાત સામાન્ય માસિક વસુલાત કરવાથી તમામ રોકાણ પરત મળી જાય…! પણ આવી વાત સાચો ગુજરાતી જ સમજી શકે બીજાનું કામ નહીં….!! તો સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદી અને શાહ ને ગલીચ ગાળો બોલતો વીડિયો વાયરલ થયો છે… જેનાથી લોકોમાં આક્રોશ ફરી વળ્યો છે. આવી જ ભાષા કોઈના પણ માટે વાપરે તો કોઈ જ સહન ન કરી શકે…. તો સાયબર ક્રાઇમ તાકીદે આવાને પકડી સબક શીખવાડે તેવી લાગણી ફરી વળી છે. જ્યારે ઓવૈસીની સભામાં અમૂલ્યા નામની યુવતી પાક. ઝિંદાબાદના નારા બોલાવે છે અને ઓવૈસી માઈક છીનવી લે છે. તે વીડિયો વાયરલ થયો છે, પોલીસે તેણીને પકડી લીધી છે. પણ જે પ્રકારે ઓવૈસી ભાષણમાં શબ્દો વાપરે છે તે આમ પ્રજા માટે સમજવું જરૂરી છે. જોકે કદાચ ૨૦૧૫ મા કોઈ ખાનગી સ્થળે ભાજપા નેતા સાથે રાત્રી મુલાકાત પછીનો નવો રાજકીય ખેલ હોઈ શકે….! તેવી શંકા સમજુ લોકો વ્યક્ત કરવા સાથે કહે છે આ બધું રાજકિય ક્ષેત્રે યોગ્ય નથી… કારણ રાવણનું પણ પતન થયું હતું તો બીજાનું શું ગજું…..?
જેને મન અમેરિકાનું હિત સર્વોપરી હોય એ ભારતને શું આપશે….? ધૂળ….?
Leave a Comment