By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જેલમાં દરોડો પડતા ગેંગસ્ટર મુખ્તાર અંસારીની પુત્રવધુના આઈફોનમાં મળ્યા દુબઈ-યુએઈના નંબર..
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > જેલમાં દરોડો પડતા ગેંગસ્ટર મુખ્તાર અંસારીની પુત્રવધુના આઈફોનમાં મળ્યા દુબઈ-યુએઈના નંબર..
GeneralNational

જેલમાં દરોડો પડતા ગેંગસ્ટર મુખ્તાર અંસારીની પુત્રવધુના આઈફોનમાં મળ્યા દુબઈ-યુએઈના નંબર..

HM News
Last updated: 20/02/2023 11:22 AM
HM News
2 years ago
Share
SHARE

જેલમાં બંધ ગેંગસ્ટર પિતા-પુત્ર મુખ્તાર અંસારી અને ધારાસભ્ય અબ્બાસ અંસારી બાદ હવે નિખત અન્સારી માટે મુશ્કેલીઓ વધી ગઈ છે.નિખત અન્સારી અબ્બાસની પત્ની છે અને તે તેને ચિત્રકૂટ જેલમાં ગેરકાયદેસર રીતે મળતી હતી.પોલીસને નિખતના મોબાઈલમાંથી વિદેશી નંબરો મળ્યા છે.તેનું દુબઈ કનેક્શન સામે આવ્યું છે.ચિત્રકૂટ જેલના ડેપ્યુટી જેલરના રૂમમાં પતિ સાથે મુલાકાત કરવા અને સમય પસાર કરવા બદલ 10 ફેબ્રુઆરી 2023ના રોજ નિખતની ધરપકડ કરવામાં આવી હતી.ત્યારથી પોલીસ નિખત અને તેના ડ્રાઈવર નિયાઝ અહેમદની સતત પૂછપરછ કરી રહી હતી.પૂછપરછ દરમિયાન નિખત તેના આઇફોનનો પાસવર્ડ પોલીસને આપતી ન હતી.

ગેંગસ્ટર મુખ્તારની પુત્રવધૂની ઉત્તર પ્રદેશ SIT,STF અને સાયબર ટીમ દ્વારા લગભગ 8 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.જોકે કડકાઈ બાદ તેણે પોતાના બંને મોબાઈલના પાસવર્ડ આપી દીધા હતા.જેમાં દુબઈ અને યુએઈના નંબરો મળ્યા હતા.પોલીસ ટીમને તેના નંબરની કોલ ડિટેઈલ મળી આવી હતી અને અનેક વિદેશી નંબરો પર વાતચીત પણ મળી હતી.હકીકતમાં જ્યારે નિખત જેલમાં તેના પતિને મળવા ગઈ ત્યારે તે આ બે ફોન પોતાની સાથે લઈ ગઈ હતી.પોલીસ નિખત સુધી પહોંચી કે તરત જ તેણે તેના બંને ફોન લોક કરી દીધા.વારંવાર વિનંતી કરવા છતાં નિખત તેના iPhoneનો પાસવર્ડ આપતી ન હતી.આઈફોન ખુલતાની સાથે જ પોલીસને ઘણી ચોંકાવનારી માહિતી મળી છે.

જેલમાંથી ફેસટાઈમથી ચલાવતો હતો ધંધો

મોબાઈલ ચેક કર્યા બાદ પોલીસને જાણવા મળ્યું કે આઈફોન યુએઈ અને દુબઈના છે.હવે નિખતના આઈફોનની ફેસટાઈમ એપ તપાસવામાં વ્યસ્ત છે.પોલીસને શંકા છે કે અબ્બાસ જેલમાંથી ફેસટાઈમ એપ દ્વારા પોતાનો ધંધો ચલાવતો હતો.તેના પર આરોપ છે કે તેણે ફેસટાઈમ એપ દ્વારા જ લોકોને ધમકી આપવાથી લઈને પોતાના માણસો સાથે વાત કરતો હતો.પોલીસે હાલ નિખત અને ડ્રાઈવર નિયાઝને રિમાન્ડ પર લીધા છે.નિયાઝ હંમેશા નિખતની સાથે રહેતો.નિખત કોની સાથે મળી રહી છે, કોની સાથે વાત કરી રહી છે.આ બધી બાબતો તેને ખબર છે.નિયાઝે ધરપકડ સમયે તેનો મોબાઈલ પણ ગાયબ કરી દીધો હતો.પોલીસ તેનો મોબાઈલ રિકવર કરવામાં વ્યસ્ત છે.

નિખત અન્સારી પર તેના પતિને જેલમાંથી છટકાવવાનું કાવતરું ઘડવાનો પણ આરોપ

રિપોર્ટ અનુસાર જ્યારે મહિલા પોલીસકર્મીઓએ દરોડા દરમિયાન નિખતને પકડી ત્યારે તેણે પોલીસકર્મીઓના હાથને ધક્કો મારી દીધો હતો.નિખતે તેનો હાથ પકડનાર મહિલા પોલીસકર્મીને ધમકી આપી હતી અને કહ્યું હતું કે હું જાતે જ ચાલી રહી છું,જો ખેંચવાનો પ્રયત્ન કરીશ તો પરિણામ સારું નહીં આવે.નિખત પાસેથી બે મોબાઈલ અને સાઉદી અરબની કરન્સી મળી આવી હતી.

ઉલ્લેખનીય છે કે, અબ્બાસ અન્સારીને તેની પત્ની સાથે જેલમાં દરરોજ કલાકો પસાર કરવાની ઘટના સામે આવ્યા બાદ તેને ચિત્રકૂટથી કાસગંજ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.અબ્બાસ મની લોન્ડરિંગના કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી ચિત્રકૂટ જેલમાં બંધ હતો.

અયોધ્યાના રામમંદિરમાં મળશે તિરુપતિ બાલાજી જેવી સુવિધાઓ
EDએ અંડરવર્લ્ડ સાથે સંડોવાયેલા રક્તચંદનની દાણચોરી પ્રકરણે બાદશાહ મલિકની ધરપકડ કરી
સેલવાસમાં ગુજરાતના લવાછા ગામના લોકો મેળવી શકશે પ્રવેશ
દમણથી કોરોનાની જીવનરક્ષક રેમડેસિવિર દવાનો જથ્થો રવાના કરાયો
વડાપ્રધાન મોદીના જન્મ દિવસ પર ‘ખાવાના શોખીન સુરતીઓને’ મળી રહી છે ભેટ !!!
Share This Article
Facebook Email Print
Previous Article અમેરિકન અરબપતિ જ્યોર્જ સોરોસના ભારત વિરોધી કારસ્તાનો અને કરમ કુંડળી : વાંચો વિગતે
Next Article બાળકીના યૌન શોષણ મામલે મદરેસાના મૌલાના મુહમ્મદ મેરાજ વિરુદ્ધ ફરિયાદ દાખલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up