By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જેહાદની જાળ : ભારતમાં ‘જેહાદ’નો પ્રચાર કરવા બદલ બે બાંગ્લાદેશી નાગરિકોની NIA દ્વારા ધરપકડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > જેહાદની જાળ : ભારતમાં ‘જેહાદ’નો પ્રચાર કરવા બદલ બે બાંગ્લાદેશી નાગરિકોની NIA દ્વારા ધરપકડ
GeneralNational

જેહાદની જાળ : ભારતમાં ‘જેહાદ’નો પ્રચાર કરવા બદલ બે બાંગ્લાદેશી નાગરિકોની NIA દ્વારા ધરપકડ

HM News
Last updated: 10/08/2022 8:26 AM
HM News
3 years ago
Share
SHARE

આ વર્ષની શરૂઆતમાં ભોપાલના આઈશબાગમાંથી ત્રણ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઈમિગ્રન્ટ્સ સહિત જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB)ના છ સક્રિય કેડરની ધરપકડ સંબંધિત કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના પ્રવક્તાએ સોમવારે (8 ઓગસ્ટ) જણાવ્યું હતું કે, બે ‘ઘોર કટ્ટરપંથી’ બાંગ્લાદેશી નાગરિકો,જેઓ ઓનલાઈન દ્વેષપૂર્ણ અને ગુનાહિત સામગ્રી પોસ્ટ કરીને ભારતમાં ‘જેહાદ’નો પ્રચાર કરવામાં કથિત રીતે સામેલ હતા તેમની મધ્યપ્રદેશના ભોપાલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

પ્રવક્તાએ જણાવ્યું કે, નારાયણગંજ જિલ્લાના હમીદુલ્લા ઉર્ફે ‘રાજુ ગાજી’ અને બાંગ્લાદેશના મદારીપુર જિલ્લાના મોહમ્મદ સાહદત હુસૈન ઉર્ફે “અબિદુલ્લાહ”ની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી.આ વર્ષની શરૂઆતમાં ભોપાલના આઈશબાગમાંથી ત્રણ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઈમિગ્રન્ટ્સ સહિત જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB)ના છ સક્રિય કેડરની ધરપકડ સંબંધિત કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી એમ પ્રવક્તાએ જણાવ્યું હતું. NIAએ જણાવ્યું હતું કે હમીદુલ્લાહ, જેને ‘મુફ્ફકીર’, ‘સમદ અલી મિયાં’ અને ‘તલ્હા’ ઉપનામોથી પણ ઓળખવામાં આવે છે અને હુસૈન ધરપકડ કરાયેલા છ JMB સભ્યોના નજીકના સહયોગી હતા અને તેઓ ભારત અને બાંગ્લાદેશમાં તેમના સહયોગીઓ સાથે વાતચીત કરવા માટે એનક્રિપ્ટેડ એપ્સનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા.

NIA yesterday arrested two Bangladeshi nationals identified as Hamidullah and Md. Sahadat Hussain from Bhopal, in the case relating to the arrest of six active cadres of JMB, including three illegal Bangladeshi immigrants from Aishbagh, Bhopal: NIA pic.twitter.com/ZDyDjF2rrb

— ANI (@ANI) August 8, 2022

પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા આરોપીઓ (હમીદુલ્લા અને હુસૈન) અત્યંત કટ્ટરપંથી વ્યક્તિઓ છે અને અન્ય લોકોને કટ્ટરપંથી બનાવવા માટે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વિવિધ જૂથોમાં દ્વેષપૂર્ણ અને ગુનાહિત સામગ્રીઓ ઑનલાઇન પોસ્ટ કરીને જેહાદનો પ્રચાર કરવામાં સામેલ છે.આ કેસ શરૂઆતમાં 14 માર્ચે નોંધવામાં આવ્યો હતો અને NIA દ્વારા 5 એપ્રિલે ફરી નોંધવામાં આવ્યો હતો.અગાઉ આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.હવે મધ્યપ્રદેશના ભોપાલમાંથી પકડાયેલ આ બંને આરોપીઓ સાથે કુલ આંક 9 થયો છે.

NIAએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓ JMBની વિચારધારાનો પ્રચાર કરવામાં અને યુવાનોને ભારત વિરુદ્ધ ‘જેહાદ’ કરવા પ્રેરિત કરવામાં સામેલ છે.

અમેરિકાના ડલ્લાસ શહેરમાં બનેલુ વડા પ્રધાન મોદી માટેનું ખાસ વિમાન આજે આવશે
મુંબઈની ભવન્સ કોલેજમાં આયોજિત શીઘ્ર વકતૃત્વ સ્પર્ધામાં બારડોલીની તેજસ્વિની પટેલ દ્વિતીય
હવે સરકારનાં માત્ર 3 મહિના બાકી, ‘આપ’ સરકાર બનતા જ પોલીસ ગ્રેડ-પે લાગુ કરાશે : અરવિંદ કેજરીવાલ
સુરત: ખંભાતના રીઢા ચોરને DCB પોલીસે ઝડપી પાડી જેલભેગો કર્યો
રાહુલ સાઉથ આફ્રિકા સામેની ટી-૨૦માં કેપ્ટનઃ ઉમરાન-અર્ષદીપનો સમાવેશ
Share This Article
Facebook Email Print
Previous Article ધર્માંતરણ મુદ્દે છત્તીસગઢમાં ખ્રિસ્તી મિશનરીઓ વિરુદ્ધ સેંકડો ગ્રામવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા : આંદોલનની ચેતવણી આપી
Next Article કમલનાથ સરકારમાં રાજ્યમંત્રી રહી ચુકેલા મિર્ચી બાબાની બળાત્કારના આરોપમાં ધરપકડ : દિગ્વિજય સિંહની જીત માટે કર્યો હતો યજ્ઞ..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up