– આતંક અને નશાનું કોકટેલ કરતા આતંકીઓ
શ્રીનગર,તા.૨: લોકડાઉન દરમ્યાન આતંકવાદીઓ નશાઓને આતંકનું કોકટેલ કરી રહ્યા છે.હવે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના ‘નાર્કો’ ટેરર મોડયુલનો ખુલાસો થયો છે.બડગામ પોલીસે છ એવા લોકોની ધરપકડ કરી છે જે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નાર્કો ટેરર મોડયુલના સક્રિય સભ્ય માનવામાં આવે છે.જૈશનું આ મોડયુલ કંઇક અલગ પ્રકારે કામ કરે છે તેમની પાસેથી પોલીસે પ્રતિબંધિત નાર્કોટીકસ હથિયાર અને અન્ય ઙ્ગ વસ્તુઓ ઝડપી છે.આ બનાવમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે.પોલીસે માહિતી આપી હતી કે આ મોડ્યુલના સભ્યો ડ્રગ્સની હેરાફેરી,હથિયારોનો સપ્લાય અને નાણાં પહોંચાડવાનું કામ કરતા હતા.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે,આ બધા પાકિસ્તાન સમર્થન આતંકવાદી ગ્રુપોના સંપર્કમાં હતા અને પોતાના આકાઓના હુકમ મુજબ આ સંગઠનોને નાણા પહોંચાડવાની ગોઠવણ કરતા હતા.પોલીસે જેમની ધરપકડ કરી છે તેમની ઓળખ કરાલપોરાના મુદાસિર ફયાઝ,બડગામના શબીર,સંગીર અહમદ,ઇશાદ ભટ્ટ અને આર્શિદ ઠોકર તરીકે થઇ છે.આ બધા પાસે મેડ ઇન ચાઇના પિસ્તોલ,મેગેઝીન,હેન્ડ ગ્રેનેડ અને ૧ કિલો હેરોઇન મળ્યું છે.આ બનાવમાં પોલીસે યુએ (પી) એકટ અને એનડીપીએસ એકટ હેઠળ ચદૂરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે.પોલીસના કહેવા અનુસાર આગળની તપાસ ચાલી રહી છે.આ મોડયુલ બાબતે કહેવાય છે કે તેના સભ્યો પોતાના આકાઓના હુકમ પ્રમાણે ડ્રગ્સ સપ્લાય કરે છે નશાની સામગ્રી ઉપરાંત તેઓ હથિયાર અને અન્ય સામગ્રીઓ પણ આંતકવાદીઓને ઉપલબ્ધ કરાવે છે.ગંભીર વાત એ છે કે આ મોડ્યુલના સભ્યો પોતાના કામમાં ડ્રોનનો પણ આડેઘડ ઉપયોગ કરે છે.તેઓ બીજા સ્મગલરોને ટ્રેનીંગ પણ આપે છે.

