રાજસ્થાનમાં કોરોનાના વધતા કેસને લઈને લોકોમાં એટલો ડર પેસી ગયો છે કે તેનાથી બચવા લોકો હવે કોઈ રીસ્ક લેવા માંગતા નથી. આવો એક વીડિયો વાયરલ થયો છે જેમા લોકો 10 રુપિયાની નોટ સળગાવી રહ્યા છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે જોધપુર હાઉસિંગ વિસ્તારના લેટર બોક્ષમાં 10 રૂપિયાની નોટ નિકળી રહી છે. લોકોમાં એવી શંકા હતી કે કોઈક લોકોએ નોટને સંક્રમિત કરી આ લેટર બોક્સમાં નાખી છે જેના કારણે આ બીમારી વધુ ફેલાય. આ ઘટના બાદ લોકોએ તરત પોલીસને જાણ કરી અને નોટોને રોડ પર સળગાવવામાં આવી.
ફરિયાદ બાદ પોલીસ એક્સનમાં આવી
ચૌપાસની હાઉસિંગ બોર્ડ થાણા અધિકારી ગોવિંદ વ્યાસે જણાવ્યું કે, ક્ષેત્રવાસિયોએ જ્યારે ફરિયાદ કરી કે લોકોના ઘરે રહેલા લેટર બોક્સમાં કોઈ નોટ નાખી ગયું છે. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી તો નોટો સડક પર પડેલી જોવા મળી, ત્યાંરે તેને ઉઠાવવાની જગ્યાએ તેને ત્યા જ બાળી નાખવામાં આવી.
આ વિસ્તારનાં બધા દરવાજા અને લેટર બોક્સને સેનિયાઈજ કરવામાં આવ્યા
લોકોમાં કોરોના વાયરસને લઈને એટલો ડર છે કે, આ વિસ્તારના લોકોએ કોલોનીના બધા દરવાજા અને લેટર બોક્સને સંક્રમણ રહિત કરવા માટે હાઈડ્રોક્લોરાઈડને પાણીમાં ભેળવીને છંટકાવ કર્યો જેથી બીમારી આ વિસ્તારમાં ના ફેલાય.
કોઈ માથા ફરેલ વ્યક્તિની હરકત
શોસિયલ મીડિયા પર કેટલાય લોકો દ્વારા થૂંકવાની અને નોટો ઉપર થૂંક લગાવવાના વીડિયો વાયરસ થઈ રહ્યા છે. લોકોના મનમાં તેને લઈને જ્યાં ડર છે તો બીજી તરફ જાગરુકતા પણ એટલી આવી છે કે કોઈ સ્થાનિક વ્યક્તિએ લોકોને ડરાવવા આવી હરકત કરી હોવી જોઈએ છતા પણ લોકો સાવધાની માટે આખા વિસ્તારને સેનિટાઈજ કરી રહ્યો છે.