By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જોળવાની મિલોમાં બોઇલરમાં વેસ્ટ કાપડની ચીંધી બાળવામાં આવતા પ્રજાએ જનતા રેડ કરી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > જોળવાની મિલોમાં બોઇલરમાં વેસ્ટ કાપડની ચીંધી બાળવામાં આવતા પ્રજાએ જનતા રેડ કરી
GeneralSouth Gujarat

જોળવાની મિલોમાં બોઇલરમાં વેસ્ટ કાપડની ચીંધી બાળવામાં આવતા પ્રજાએ જનતા રેડ કરી

HM News
Last updated: 25/05/2022 5:21 AM
HM News
3 years ago
Share
SHARE

બારડોલી : પલસાણા તાલુકાના જોળવા ગામે આવેલ કેટલીક ડાંઈંગ પ્રિન્ટિંગ મિલો દ્વારા લાકડા અને કપડાની ચીંધીઓ બાળવાથી ગામમાં વ્યાપક પ્રમાણમાં રજકણો ફેલાઈ રહી હતી અને પ્રદુષણના કારણે ગામના આરોગ્ય તમેજ મિલકતને પણ ભારે નુકશાન થઈ રહ્યું હતું એ બાબતે ગુજરાત પોલ્યુશન બોર્ડને ફરિયાદ કરવામાં આવી હોવા છતા યોગ્ય પગલાના લેવાતા આખરે ગામ લોકો દ્વારા ગત રોજ મિલમાં જઈને કાપડાના ઢગલા અને અન્ય વેસ્ટ બોઇલરમાં સળગાવતા ઝડપી પાડ્યા હતા અને ઓહાપોહ કરવામાં આવ્યો હતો અને જો આ સળગાવવાનું બંધના થાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.પ્રાપ્ત માહિતી મુજબ જોળવા ગામની હદમાં આવેલ કેટલીક મિલોમાં છેલ્લા કેટલાક સમયથી બોઇલરમાં પ્રદુષણ ફેલાવતી કાપડની વેસ્ટ ચીંધી સળગતા હોવાની રાવ ઉઠી હતી ચીંધીઓ બાળતા દૂષિત ધુમાડો અને રજકણ સીધી ગામમાં આવતા સમસ્યા બાબતે ગામ જનો અગાઉ પણ મિલ સંચાલકને રજુઆત કરી હતી જોકે સોમવારે મોડી રાતે જોળવા ગામની હદમાં આવેલ બ્લોક નંબર 213 સર્વે નંબર 176 પર આવેલ ક્યુબાટીક્સ ડાંઇગ પ્રિન્ટિંગ મિલમાં બોઇલરમાં ફરી વેસ્ટ કાપડની ચીંધી બાળવામાં આવતા ધુમાડો અને રજકણ ફરી ગામમાં જતા ગ્રામજનોએ મોડી રાતે 12વાગ્યાના સમયે ભેગા મળી મિલમાં રજુઆત માટે ગયા હતા જ્યાં મિલમાં બોઇલર વિભાગમાં જતા ત્યાં વેસ્ટ કાપડની ચીંધીનો ઢગલો પડ્યો જોવા મળ્યો હતો અને એ જ ઢગલા માંથી મજૂરો બોઇલરમાં નાખી રહ્યા હતા તેમજ ત્યાં એક ચીંધી ભરેલો ટેમ્પો પણ પડ્યો ગ્રામ જનોએ રાતોરાત સરપંચને બોલાવી ઉગ્ર રજુઆત કરી હતી તેમજ વિસ્તારના ધારા સભ્ય ઇશ્વર પરમારના બાબેન ખાતેના ઘરે ગામના અગ્રણીઓએ મુલાકત કરી મિલ અંગે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.હવે સરકારી અધિકારીઓ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરશે કે ના કરશે તે જોવું રહ્યું પલસાણા તાલુકાના બલેશ્વર પલસાણા વરેલી અંત્રોલી ગામના રહીશો જનતા રેડ કરી અધિકારીઓની પોલ ખોલશે અને તેમ છતા પણ જો મિલ માલિકો દ્વારા ગામજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું બંધના કરે તો ફરી બલેશ્વરની જેમ આ વિસ્તારની પ્રજા આંદોલનના માર્ગ આપનાવશે.કુંભકર્ણની નિંદ્રા માંથી જાગીને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ગેરકાયદેસર કોલસાના ગોડાઉનો તેમજ લાકડા અને કાપડની ચીંધી બાળતા એકમોને બંધ કરાવે એ જરૂરી બન્યું છે.

ટુકડે ટુકડે પણ હવે બેન્કમાંથી 1 કરોડ ઉપાડ્યા તો આટલા ટકા લાગશે TDS, 1 એપ્રિલથી નિયમ થયો છે લાગુ
અમારા પર હુમલો કર્યો તો તેલ અવીવ શહેરને બરબાદ કરી નાંખીશુ : ઈરાન
એડિશનલ મેજિસ્ટ્રેટના ત્યાં દરોડો, 21 પ્લોટ, 5 વાહનો સહિત કરોડોની સંપત્તિ જપ્ત કરાઈ
MSMEને 3 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે
નિયોલ ગામે ફરી સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ 1.41 લાખના દારૂ સાથે 4 ની અટક્યાત 7 વોન્ટેડ
Share This Article
Facebook Email Print
Previous Article બગુમરા નહેરમાંથી અજાણી મહિલાની ડિકમ્પોઝ હાલતમાં લાશ મળી
Next Article કુમકુમ તિલક-દક્ષિણા સાથે પાદરે મૂકેલી રામ શિલા ઉપર પછી કૂતરાઓ…!?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up