બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં જોળવા ગામની સીમમાં હાઇવે ઉપરથી પસાર થઈ રહેલ કારને પાછળથી અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા કાર પલટી મારી રેલિંગ ઉપર ચઢી ગઈ હતી.જોકે અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.
આ અંગે ઘટના સ્થળેથી પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા તાલુકાનાં જોળવા પાટીયા નજીક હાઇવે ઉપર કાર નંબર જીજે-05-આર.ડી-1696નો ચાલક કાર લઈ બારડોલીથી કડોદરા તરફ જઈ રહ્યો હતો.તે સમયે વાહન ચાલકે કારને પાછળથી ટક્કર મારી હતી.અને કાર આગળ ચાલતા અન્ય વાહન સાથે અથડાયા બાદ પલટી મારી હાઇવે ઉપર બનાવવામાં આવેલ રેલિંગ પર ચઢી ગઈ હતી.જોકે આ અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો.ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.