આર્થિક મોરચા પર કોરોના વાયરસ આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યું છે. કોરોનાના લીધે એવી તસવીર બની રહી છે કે વૈશ્વિક મંદી આવવાનું નક્કી મનાય છે. આર્થિક બાબતોના જાણકારો અને ચીફ ગ્લોબલ સ્ટ્રેટજીસ્ટ રૂચિર શર્માનું કહેવું છે કે વૈશ્વિક મંદી આવવાની છે. 2008માં આવેલી મંદી જેવી સ્થિતિ બનવાનું લગભગ નક્કી છે.
તેમણે કહ્યું કે આવતા એક મહિનામાં કોરોના વાયરસ પર નિયંત્રણ નહીં આવે તો 2008-09 જેવી વૈશ્વિક આર્થિક મંદી આવશે. બની શકે કે તેનાથી પણ ખરાબ સ્થિતિ ગ્લોબલ ઇકોનોમીની થઇ જાય કારણ કે ગ્લોબલ ઇકોનોમી એ નથી જે દસ-વીસ વર્ષ પહેલાં હતી.
તેમણે કહ્યું કે 6.5 ટકાના વિકાસ દરથી ભારતનું વધવું પહેલાં પણ મુશ્કેલ હતું અને હવે કોરોનાના મારથી ગ્લોબલ ઇકોનોમી પડતા સ્થિતિ વધુ કથળી ગઇ છે. તેમણે કહ્યું કે એક પર્સન્ટ ગ્લોબલ ઇકોનોમી ઘટવાની શકયતા છે.
કોરોના સંકટ પહેલાં ગ્લોબલ ઇકોનોમી ત્રણથી ચાર પર્સન્ટના દર પર ચાલી રહી હતી, પરંતુ હવે તેમાં એક ટકાનો ઘટાડો આવવાનું નક્કી છે. જો આ બેથી ત્રણ ટકા તૂટ્યો તો એક ટકા પર આવે છે તો તેની સીધી અસર ભારતના અર્થતંત્ર પર પણ પડશે.
ભારતના અર્થતંત્ર પર પડશે અસર
તેમણે કહ્યું કે અંદાજો લગાવામાં આવી રહ્યો હતો કે 5 થી 6 ટકાના દરથી ભારતનો આર્થિક વિકાસ થશે પરંતુ ગ્લોબલ ઇકોનોમીથી બે થી ત્રણ ટકા તૂટવાની સીધી અસર ભારતના અર્થતંત્ર પર પડશે. આ સ્થિતિમાં ભારતના હાલના આર્થિક વિકાસમાં 2 થી 3 ટકા સુધી ઘટી શકે છે.
આપને જણાવી દઇએ કે દુનિયાભરના 186 દેશ કોરોના વાયરસના સંકટથી ઝઝૂમી રહ્યા છે. આ સંક્રમણના લીધે અત્યાર સુધીમાં અંદાજે 12000 મોત થઇ ચૂકયા છે. તો ભારતમાં પણ હાહાકાર મચી ગયો છે. અત્યાર સુધી 327 કોરોનો સંક્રમિત મામલા સામે આવી ચૂકયા છે. કેટલાંય રાજ્યોમાં એડવાઇઝરી પણ રજૂ કરાઇ છે.