મોસ્કો : રશિયા, ફિન્લેન્ડ સાથે ૧,૩૦૦ કી.મી. (૮૦૦ માઈલ) લાંબી સરહદ ધરાવે છે.જો યુરોપ સ્થિત નાટોના સભ્ય દેશો સાથેની સરહદ કરતાં પણ વધુ લાંબી છે.આ ફિન્લેન્ડ કે તેનો પડોશી દેશ ”નાટો”માં જોડાશે તો રશિયાએ પરમાણુ બોમ્બની જ સીધી ધમકી આપી દીધી છે.આ સાથે તેણે સ્પષ્ટત: જણાવી દીધું છે કે બાલ્ટિક દેશો પાસે પરમાણુ શસ્ત્રો નથી તેવો બચાવ પણ તે સમયે ચલાવી લેવા અમે તૈયાર નથી. તેમ રશિયાના પૂર્વ પ્રમુખ અને ડેપ્યુટી ઓફ સિક્યુરીટી કાઉન્સીલ દીમીસ્ત્રી મેદવદેવે.Telegram વર્તમાનપત્રએ જણાવી દીધું હતું.સાથે તેમ પણ કહ્યું હતું કે રશિયા કદાચ ઇસ્કંદર મિસાઈલ્સ, હાઈપરસોનિક મિસાઈલ્સ તથા પરમાણુ શસ્ત્રો ધરાવતાં યુદ્ધ-જહાજો પણ તે વિસ્તારમાં ગોઠવી દે.રશિયાનાં આ પશ્ચિમોત્તર દેશો દાયકાઓ સુધી નાટોથી બહાર રહ્યા છે તે સર્વવિદિત છે.પરંતુ રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા પછી ફિન્લેન્ડ તથા સ્વીડન બંને હવે નાટોમાં જોડાવા સક્રિય રીતે વિચારી રહ્યાં છે.આ અંગે લિથુયાનિયાના સંરક્ષણ મંત્રી અર્વીદાસ અનુશૌકસાસે BNS ન્યૂઝ સર્વિસને ગઈકાલે (ગુરૂવારે) જણાવ્યું હતું કે : આ ધમકીઓનો કોઈ અર્થ જ નથી.વાસ્તવમાં રશિયાએ તેના બહારના (બાલ્ટિક) પ્રદેશ સ્થિત કાવીનીનગ્રાન્ડમાં તેના પરમાણુ શસ્ત્રો ગોઠવી જ દીધાં છે.ક્રેમ્બીનના પ્રવક્તા દીમીત્રી પેસ્કોવે બાલ્ટિક વિસ્તારમાં રશિયાનાં પરમાણુ શસ્ત્રો હોવા વિષે કોઈ પણ ટીકા કરવાનો સ્પષ્ટ ઇનકાર જ કરી દીધો હતો. છતાં તેમ કહ્યું હતું કે પ્રેસિડેન્ટ પુતિને રશિયાની પશ્ચિમી સરહદે સંરક્ષણ મજબૂત કરવા માટેનું આયોજન કરવા તેનાં સૈન્યને (સેનાપતિઓને) ક્યારનુંએ જણાવી જ દીધું છે.આ સાથે મેદવદેવે આશા વ્યક્ત કરી હતી કે તે દેશોમાં તર્કશુદ્ધતા આવશે જ અને નાટોમાં જોડાવાનું માંડી વાળશે.રશિયાએ યુક્રેન ઉપર કરેલાં આક્રમણનો બચાવ કરતાં મેદવદેવે કહ્યું હતું કે તે માટે રશિયા ઉપર દોષારોપણ કરી ન શકાય તે વાસ્તવમાં યુક્રેનને પશ્ચિમનાં જૂથમાં ભળતું રોકવા માગે છે,તે તેનો મુખ્ય હેતુ છે.પરંતુ, ફીન્લેન્ડ અને સ્વીડન વિસ્તારની વાત યુક્રેન કરતાં થોડી તે રીતે જુદી પડે છે કે તેમની સાથે યુક્રેન સાથે છે તેવો પ્રાદેશિક વિવાદ નથી.


