અફઘાનિસ્તાનમાં પગ જમાવતા જતા તાબિલાને હવે ભારતેને પણ ધમકી આપી છે.તાલિબાનોના પ્રવક્તાએ ન્યૂઝ એજન્સી સાથે ઈન્ટરવ્યુમાં ભારતે અફઘાનિસ્તાનને કરેલી મદદના વખાણ પણ કર્યા અને સાથો સાથ ધમકી પણ ઉચ્ચારી છે.જો ભારતીય સેના અફઘાનિસ્તાનમાં જશે તો સારુ નહી થાય અને અન્ય દેશોની શું સ્થિતિ તે જોઈને પણી શીખી લેવાની ધમકી ઉચ્ચારી છે.તેઓએ અમેરિકા તરફ ઈશારો કરતા કહ્યુ કે જ્યાં અમેરિકાએ લગભગ 20 વર્ષ સુધી યુદ્ધ કર્યુ અને આખરે અમેરિકાએ સેના પાછી બોલાવવાનો વારો આવ્યો છે.તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ સુહેલ શાહીને કહ્યુ છે.કે ,જો ભારત સેના સાથે અફઘાનિસ્તાન આવે તો તે ભારત માટે સારુ નહી હોય.
– અફઘાનિસ્તાનને ભારતે કરેલી મદદના પણ તાલિબાને વખાણ કર્યા
– ભારતે કરેલી મદદ સાથે તાબિલાને ઉચ્ચારી ચેતવણી
– બીજાના દેશની શું સ્થિતિ થઈ તે જોઈને શીખવાની આપી ધમકી
– ભારતીય સેના જો અફઘાનિસ્તાન જશે તો સારું નહી થાય તેવી આપી ધમકી
– તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ સુહેલ શાહીને ઈન્ટવ્યુમાં ઉચ્ચારી ચેતવણી
તાલિબાન અફઘાનિસ્તાન પર પોતાનો કબજો જમાવતું જઈ રહ્યું છે એવામાં દરેક દેશના લોકો પોતાના નાગરિકોને પોતાના દેશમાં પરત બોલાવી રહ્યાં છે.ભારતીય અધ્યક્ષતા હેઠળ થયેલી સંયુક્ત રાષ્ટ્ર સરક્ષા પરિષદની બેટકમાં તાલિબાનનો મુદ્દે ચર્ચા થઈ હતી.અમેરિકા અને બ્રિટને પોતાના સૈનિકો તાલિબાન મોકલવાની નિર્ણય કર્યો હતો.જે બાદ તાલિબાનના પ્રવક્તા મુહમ્મદ સુહેલ શાહીનને જણાવ્યું હતું કે,ભારત તેમજ કોઈપણ દેશના વિરુદ્ધ અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ નહીં કરવામાં આવે.તાલિબાન કોઈને પણ અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કરવાની પરવાનગી નહીં આપે.પછી ભલે તે પાડોશી રાજ્ય કેમ ન હોઈ.