સુરત : લોકોને રેમડેસિવીર આસાનીથી મળતા નથી અને ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં ભાજપના કાર્યાલયથી લોકોને છૂટથી તેનું વિતરણ કર્યું તે વિવાદમાં કોંગ્રેસે તપાસની માંગણી કરી છે અને સોશિયલ મીડિયામાં પણ ટીકા થઇ રહી છે ત્યારે સી.આર.પાટીલે આજે કોંગ્રેસ ઉપર વળતો પ્રહાર કર્યો છે.પાટીલે સ્પષ્ટ કહ્યું છે કે, સુરતમાં જયારે પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે પણ ભાજપ તરફથી દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ એ સમયે પણ ક્યાય દેખાતી ન હતી અને અત્યારે પણ ક્યાય દેખાતી નથી. તેને માત્ર ટીકા કરતા જ આવડે છે.
આજ રોજ સવારે 11:00 કલાકે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજી ના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં ગૌ પુત્ર મિત્ર મંડળ દ્વારા સુરતના પરબત ગામ ખાતે પરબત કોમ્યુનિટી હૉલમાં નમો કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું.ત્યારે કોરોના મહામારીથી સમગ્ર વિશ્વ,દેશ અને ગુજરાતની પરિસ્થિતિ બેકાબુ બની રહી છે તે સમયમાં ગૌ પુત્ર મિત્ર મંડળ દ્વારા આ સેવાકીય કાર્યને સ્થાનિક નાગરિકો દ્વારા બિરદાવવામાં આવ્યું.આ પ્રસંગ નિમિત્તે હેમાલીબેન બોઘાવાલા મેયર,સંગીતાબેન પાટીલ ધારાસભ્ય,નિરંજનભાઈ જાંજમેરા,જીલ્લા હોદ્દેદારઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
આ તકે છેલ્લા 2 3 દિવસથી રેમડેસિવીર ઈંજેકશનને લઈને વિવાદમાં સપડાયેલેયા ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે આજે એક નિવેદનમાં કહ્યું હતું કે કોંગ્રેસના આરોપોને પાયાવિહોણા ગણાવતા જણાવ્યું કે, કોંગ્રેસ ધમકીઓ આપવાની બંધ કરે, કોંગ્રેસની ધમકીઓથી અમે ડરીશું નહી, 1992માં જ્યારે કોંગ્રેસના શાસનમાં સુરતમાં જ્યારે પ્લેગ ફેલાયો હતો ત્યારે પણ અમે દવા આપી હતી ત્યારે કોંગ્રેસ ક્યાં હતી? ત્યારે કોંગ્રેસે સવાલો કેમ ના ઉઠાવ્યાં? ભાજપના કાર્યકર્તાઓ મહામારીમાં પણ મોતથી ડર્યા વગર લોકોની સાથે ઉભાં છે,સેવા કરે છે,કોરોના દર્દીઓના સગાં-વ્હાલાને જમવાની વ્યવસ્થા કરી આપે છે,સ્મશાનમાં લાકડાં અને હોસ્પિટલમાં ઓક્સીજનની અછત પૂરી કરી આપે છે.આવા કાર્યોને સરાહનીય કાર્ય તરીકે વર્ણવાં જોઈએ ત્યારે કોંગ્રેસનું આ પ્રકારનું વલણ તેમની માનસીકતા છતી કરે છે.હવે ભાજપના સર્વેસર્વા બનવા બેઠેલા પાટીલના આ શબ્દો કોંગ્રેસ ઉપર વળતો પ્રહાર છે કે પાટીલે પોતાનો બચાવ કર્યો છે ખૂદ સીઆરપાટીલ જ કહી શકે છે.


