મુંબઈ : ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ નીચેની’મહા વિકાસ અઘાડી’સરકાર અત્યારે રાજકીય સંકટમાં ફસાઈ ગઈ છે.એકનાથ શિંદેની આગેવાની નીચે બળવાખોર વિધાયકોનું એક મોટું જૂથ અત્યારે ગુવાહાટીની એક ‘ફાઈવ સ્ટાર’ હોટેલમાં ધામા નાખી પડયું છે.તેમાંથી ૧૬ વિધાયકોને ડેપ્યુટી સ્પીકરે નોટિસ પાઠવી દીધી છે,જે સામે તેઓએ સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરી છે.શિંદે જૂથનો દાવો છે કે તેમની સાથે ૫૦ વિધાયકો છે જેમાં ૪૦ શિવ સૈનિકો છે.મહારાષ્ટ્રના આ તમામ ઘટનાક્રમમાં ભાજપની ભૂમિકા ઉપર પ્રશ્નો ઊઠે તે સહજ છે.મહારાષ્ટ્રના બળવાખોર વિધાયકો ભાજપ શાસિત આસામમાં’તંબુ-તાણી’બેસી ગયા છે.બીજી તરફ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસના નિવાસ સ્થાને ભાજપના વિધાયક અને વિધાન પરિષદના સભ્યો પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે.બેઠકોના દોર ચાલી રહ્યા છે.
હવે મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઘેરાતા નવી સરકાર બનાવવાની સંભાવનાઓ વિચારાઈ રહી છે.સૂત્રો જણાવે છે કે ભાજપ પાસે’પ્લાન-બી’છે જે પ્રમાણે મધ્ય-પ્રદેશની કમલનાથ સરકાર તૂટી પડી હતી.તેવી જ રીતે મહારાષ્ટ્રની વર્તમાન સરકાર પણ દૂર કરવા દાવ-પેચ ચાલી રહ્યાં છે.શિવસેનાના’બાગી’વિધાયકો એકી સાથે રાજીનામા આપી દે,જેમ સિંધિયાના નેતૃત્વમાં બળવાખોર વિધાયકોએ એકી સાથે રાજીનામા મુકી મ.પ્ર.ની કમલનાથ સરકારને પરાસ્ત કરી હતી તેવી જ રીતે મહારાષ્ટ્રની ઉદ્વવ સરકારને પરાસ્ત કરવા ભાજપ માગે છે કારણ કે તેથી ઉદ્ધવની પાર્ટી લઘુમતિમાં આવી જાય.સરકાર પડતાં વિધાનસભા માટેની ચૂંટણી આવી પડે.જેમાં ભાજપ મેદાન પણ મારી શકે,અને તેના નેતૃત્વ નીચે સરકાર રચી શકે.બીજી તરફ શિવસેનાના બળવાખોર નેતાઓ ભાજપની સહાયથી સરકાર રચી શકે,આ સિવાય તેમની પાસે અન્ય વિકલ્પ જ નથી.
આમ એક યા બીજી રીતે ફરી એકવાર રાષ્ટ્રનાં એક સમૃદ્ધ રાજ્ય અને શ્રેષ્ઠ નૌકા-પત્તના મુંબઈ ઉત્તર સત્તા જમાવવા માટે સ્પર્ધા હવે તીવ્રતમાં બની રહી છે.ભાજપ બળવાખોર વિધાયકોનો સાથ લઈ સરકાર રચવા માંગે છે અથવા વિધાનસભા બરખાસ્ત થતાં ચૂંટણીમાં વિજય મેળવી રાજ-દંડ હાથમાં લેવા માંગે છે.