મધ્યપ્રદેશ ગુનાના સાંસદ અને ભાજપાના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતાને કોરોના પોઝીટીવ આવ્યો છે.તેઓને ઈલાજ માટે મૈક્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.હોસ્પિટલે તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યાની પુષ્ટિ કરાઈ છે. ભાજપ તરફથી રાજ્યસભા ચૂંટણી માટે નામાંકન ભર્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા ભોપાલથી દિલ્હી આવી ગયા હતા. તે પછી લોકડાઉન દરમિયાન દિલ્હીમાં જ હતા. લોકડાઉનમાં છૂટ મળતા તેઓ ગ્વાલિયર તેમના ક્ષેત્રમાં સમર્થકો તેમના આવવાની રાહ જોઈ રહ્યા હતા.
ભાજપામાં જોડાયા પછી નથી આવ્યા ગ્વાલિયર
ભાજપામાં સામેલ થયા પછી જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયર આવ્યા નથી.પેટા ચૂંટણીઓની લઈને તૈયારીઓમાં સમર્થકો તેમની રાહ જોઈ રહ્યા હતા.જાણકારી મુજબ તેમનું સ્વાસ્થ્ય બરાબર હતું.પરંતુ ગઈ કાલે અચાનક તબિયત બગડતા તેમને મેક્સ હોસ્પિટલમાં ભરતી કરાયા છે. જ્યાં તેમનો કોરોના પોઝીટીવ આવ્યો છે.
અરવિંદ કેજરીવાલનો પણ કરાયો છે કોરોના ટેસ્ટ
જણાવી દઈએ કે ફક્ત દિલ્હી જ નહીં સમગ્ર ભારતમાં કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે.આ બાજુ દિલ્લીમાં સીએમ અરવિંદ કેજરીવાલને પણ આજે શરદી ખાંસી અને ગળામાં ખરાશને કારણે કોવિડ 19નો ટેસ્ટ કરાવાયો છે.તેમનો રિપોર્ટ આજ સાંજ સુધીમાં આવશે.
સંબિત પાત્રાને ગઈ કાલે કોરોનાથી સાજા થતા રજા મળી
આ પહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાને પણ કોરોના થયો હતો.તેઓએ 8 જૂનના કોરોનાને માત આપી હોસ્પિટલમાંથી રજા મળી ચૂકી છે.તેમણે ગુરુગ્રામના મેંદાતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જ્યાં તેમનો ટેસ્ટ કરાયા બાદ કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો.કોરોના બીમારીથી સંપૂર્ણ ઠીક થયા પછી પણ કેટલાક દિવસો સુધી ઘરમાં ક્વોરંન્ટાઈન રહેવું પડે છે.