બારડોલી : બારડોલી તાલુકાનાં ભૂવાસણ-ઝાંખરડા ખાતે આવેલી જ્યોતિ ઉત્કર્ષ સંસ્થાન દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવશે.વર્ષ 2009થી શૈક્ષણિક,મેડિકલ અને વિવિધ જનજાગૃતિ અભિયાનની પ્રવૃત્તિ સ્નાસ્થા દ્વારા કરવામાં આવી રહી છે.ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ સંસ્થા દ્વારા ધો.8થી કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરતાં જરૂરિયાતમંદ અને ગરીબ વિદ્યાર્થીઓને આગામી 12મી જૂન 2022ને રવિવારના રોજ સવારે 10 કલાકે ભૂવાસણ પ્રાથમિક શાળા ખાતે નોટબુક વિતરણ કરવામાં આવશે.આ માટે વિદ્યાર્થીઓએ આધારકાર્ડ,છેલ્લે પાસ કરેલી પરીક્ષાના પરિણામની નકલ,આવકનો દાખલો અને જાતિનો દાખલાનું નકલ રજૂ કરવાની રહેશે એમ જ્યોતિ ઉત્કર્ષ સંસ્થાનના પ્રમુખ અલ્પેશ માહ્યાવંશીએ જણાવ્યુ હતું.


