– દેશમાં ઓમિક્રોન વેરિયન્ટ સંક્રમણના કુલ કેસ 269 પર પહોંચી ગયા છે.આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર,ભારતમાં ઓમિક્રોનના 236 કેસ નોંધાયા છે,જેમાંથી 104 લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે અથવા અન્ય સ્થળોએ સ્થળાંતર કરી ગયા છે.આ કેસ 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા છે.આરોગ્ય મંત્રાલયે કહ્યું કે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 65,દિલ્હીમાં 64,તેલંગાણામાં 24,રાજસ્થાનમાં 21,કર્ણાટકમાં 19 અને કેરળમાં 15 કેસ છે.
તમિલનાડુમાં પણ કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે.ગુરુવારે તમિલનાડુમાં 33 નવા કેસ નોંધાયા છે.રાજ્યના આરોગ્ય મંત્રી એમ.એ.સુબ્રમણ્યમે જણાવ્યું કે,હવે રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા વધીને 34 થઈ ગઈ છે.ચેન્નઈમાં જ ઓમિક્રોનના 26 કેસ સામે આવ્યા છે.મદુરેમાં 4,તિરુવન્નામલાઈમાં 2 અને સાલેમમાં 1 કેસ નોંધાયો છે.
મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર,ભારતમાં એક દિવસમાં કોરોનાના 7,495 નવા કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,47,65,976 થઈ ગઈ છે.જ્યારે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 78,291 થઈ ગઈ છે.વધુ 434 સંક્રમિતોના મોત બાદ મૃત્યુઆંક વધીને 4,78,759 થયો છે.
ઓમિક્રોનની સાથે દેશમાં કોરોનાના કેસ પણ વધી રહ્યા છે.પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં એક જ શાળાના 29 બાળકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.જેના કારણે શાળા સહિત આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.નદિયાના કલ્યાણીમાં નવોદય કેન્દ્રીય વિદ્યાલયમાં બાળકો સંક્રમિત મળ્યા છે.હવે શાળાના તમામ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

