By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઝારખંડમાં આઇએએસ પૂજા સિંઘલના પરિસરોમાં દરોડા ઃ રૃ. ૨૫ કરોડ રોકડા જપ્ત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઝારખંડમાં આઇએએસ પૂજા સિંઘલના પરિસરોમાં દરોડા ઃ રૃ. ૨૫ કરોડ રોકડા જપ્ત
GeneralNational

ઝારખંડમાં આઇએએસ પૂજા સિંઘલના પરિસરોમાં દરોડા ઃ રૃ. ૨૫ કરોડ રોકડા જપ્ત

HM News
Last updated: 07/05/2022 4:47 AM
HM News
3 years ago
Share
SHARE

(પીટીઆઇ) નવી દિલ્હી/રાંચી, તા. ૬ : ઇડીએ ઝારખંડના માઇનિંગ સચિવ પૂજા સિંઘલ અને તેમના પરિવાર સહિત સહિત અનેક સ્થળોએ દરોડા પાડયા છે.આ દરોડા વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૧ દરમિયાન ખુંતિ જિલ્લામાં મનરેગાના ફંડમાંથી ૧૮ કરોડ રૃપિયાની ઉચાપત સાથે સંકળાયેલ મની લોન્ડરિંગની તપાસ હેઠળ પાડવામાં આવ્યા છે.આ દરોડા દરમિયાન કુલ ૨૫ કરોડ રૃપિયા જપ્ત કરવામાં આવ્યા છે.રાંચી સ્થિત ચાર્ટડ એકાઉન્ટન્ટની ઓફિસમાંથી ૧૭ કરોડ રૃપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે.જપ્ત કરાયેલ રોકડ રકમ ગણવા માટે ઇડીના અધિકારીઓને ચલણી નોટો ગણવાના મશીન મંગાવવામાીં પડયા હતાં.રોકડ ચલણી નોટોનું પ્રમાણ એટલું વધારે હતું કે નોટો ગણવાના મશીન પણ ગરમ થઇ ગયા હતાં.રાંચીના અન્ય સ્થળોએથી પણ રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.ઇડીના અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, પંજાબ અને અન્ય કેટલાક રાજ્યોમાં કુલ ૧૮ પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા છે.

આઇએએસ અધિકારી અને ઝારખંડ સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ માઇન્સ અને જીઓલોજી વિભાગના સેક્રેટરીના ઝારખંડના પાટનગરમાં આવેલા પરિસરોમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતાં.સિંઘલ વર્ષ ૨૦૦૦ની બેન્ચના આઇએએસ અધિકારી છે અને અગાઉ તેમની ખુંતિ જિલ્લામાં ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.રાંચીમાં આ સંદર્ભમાં એક હોસ્પિટલમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.આ દરોડા દરમિયાન ઇડીના અધિકારીઓ સાથે સીઆરપીએફની ટીમ પણ હતી.

કચ્છમાં હચમચાવી દેતો બનાવ : માંડવીના જખણીયામાં એક સાથે ચારની હત્યા, પત્ની અને ત્રણ બાળકોની હત્યા કરીને પતિ ફરાર
મહિલાઓને ‘સેક્સ સ્લેવ’ બનાવનાર કથિત ‘સેલ્ફ હેલ્પ’ ગુરુ કીથ રેનિયરને 120 વર્ષની સજા
‘શરમજનક’: આતંકી હુમલાનો શિકાર બાળક પર કોમેન્ટ કરતા સંબિત પાત્રા ફરીવાર નિશાને ચડ્યા
ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની અવિરત વેચવાલી…!!
હરિદ્વારમાં કથા સાંભળવા ગયેલાં સુરત-સૌરાષ્ટ્રનાં 447 વડીલો ફસાયા, પૈસા નથી-દવાઓ પૂરી- એક ટાઈમ જમે છે
Share This Article
Facebook Email Print
Previous Article ખોટી રીતે ૧૩ વર્ષ જેલમાં રાખવા બદલ એમબીબીએસના વિદ્યાર્થીને ૪૨ લાખ વળતર ચૂકવવાનો આદેશ
Next Article પૂર્વકાંઠે ભયાનક વાવાઝોડાંની આગાહી, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં એલર્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up