By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકની મેચ ફિક્સરો સાથેની સંડોવણી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકની મેચ ફિક્સરો સાથેની સંડોવણી
GeneralInternationalSports

ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકની મેચ ફિક્સરો સાથેની સંડોવણી

HM News
Last updated: 15/04/2021 1:56 AM
HM News
4 years ago
Share
SHARE

દુબઇ : ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકે આઈસીસીની એન્ટી કરપ્શન કમિટી સામે કબૂલ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી તે નિવૃત્તિ બાદ જુદી જુદી ટીમનો કોચ કે બોલિંગ કોચ રહ્યો હતો તે દરમ્યાન તેણે મેચ ફિક્સરો જોડે સાંઠગાંઠ રાખી હતી.

તેણે આ અંગેની તમામ વિગતો આપતી કબૂલાત કરી હતી.આઈસીસીએ સ્ટ્રીક પર કોઇપણ ક્રિકેટને લગતી જવાબદારી કરવા પર આઠ વર્ષનો પ્રતિબંધ જાહેર કર્યો છે.

સ્ટ્રીકની આ કબૂલાતના છાંટા આઈપીએલ પર પણ ઊડયા છે કેમ કે તે બે સિઝન માટે કોલકાતા નાઈટ રાઈડર્સનો કોચ પણ રહી ચૂક્યો છે. ૪૭ વર્ષીય સ્ટ્રીકે આચારસંહિતાની પાંચ કલમોનો ભંગ કર્યો હોવાનું પૂરવાર થયું છે.૨૦૧૮ની આઈપીએલમાં તેણે ભ્રષ્ટાચાર કર્યો હતો.

સ્ટ્રીકે આઈસીસીની એન્ટી કરપ્શન કમિટી (ઈન્ટીગ્રીટી યુનિટ)ના જનરલ મેનેજર એલેક્સ માર્શલ સમક્ષ કબુલ્યું હતું કે તે કોચ તરીકે હતો ત્યારે ટીમના અને મીટિંગની અંદરની વાતો બુકી કે એજન્ટને જણાવતો હતો.આવી વ્યક્તિઓને ખેલાડીઓ જોડે પણ ભેટો કરાવી આપતો હતો.

ભારત,પાકિસ્તાન,અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની લીગની કેટલીક મેચો હવે શંકાના દાયરામાં આવી છે. ૨૦૧૮ની ઝિમ્બાબ્વે,શ્રીલંકા અને બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ તે ઝિમ્બાબ્વેનો કોચ હતો ત્યારે તેણે આ રીતે ભ્રષ્ટાચાર આચર્યો હતો તેમ કબૂલાત કરી છે.

સ્ટ્રીકે ચોંકાવનારી વાત એ પણ કરી કે તેણે બિટકોઇનમાં પણ આ રકમ સ્વીકારી હતી. સ્ટ્રીક ૬૫ ટેસ્ટ અને ૧૮૯ વન ડે પણ રમ્યો હોઇ એ વાત નકારી ન શકાય કે તેણે આ વખતે પણ ફિક્સરો જોડે હાથ ન મિલાવ્યા હોય.

સ્ટ્રીકે ચાર ખેલાડીઓ અને એક ટીમના કેપ્ટનને બુકીના એજન્ટ જોડે મુલાકાત કરાવી હતી.સ્ટ્રીક ભેટ સોગાદો,પ્રવાસની મહેમાનગતિ પણ માણી હતી. ૨૦૧૮ની આઈપીએલમાં પણ તેની ભૂમિકા શંકાસ્પદ હતી.

શિવસેના સાંસદ સંજય રાઉત 4 ઓગષ્ટ સુધી EDની કસ્ટડીમાં
મર્ડરના આરોપમાં ધરપકડ, છુટકારો અને હવે ૧૯ વર્ષ બાદ પાછી અરેસ્ટ
મણપ્પુરમ ફાઇનાન્સના MD- CEOની 143 કરોડની મિલકતો ફ્રીઝ
પારડીમાં બાળકીની હત્યા કરનારા પિતાની જામીન અરજી નામંજૂર
પોલીશ્ડ હીરામાં કામકાજ ઓછાં થયાં, CVD સિન્થેટીકના ઉત્પાદનમાં વધારો
Share This Article
Facebook Email Print
Previous Article હાઇકોર્ટમાં સુઓમોટો અરજી પર રાજ્ય સરકારનું 61 પાનાનું સોગંદનામુ , આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આપ્યો જવાબ
Next Article બારડોલીમાં સ્વૈચ્છિક લોકડાઉન : 5 દિવસ લોકોને ધંધા રોજગાર બંધ રાખવા અપીલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up