– ગઈકાલે રશ્મિકાન્ત વસાવાનો દારૂ પીધેલી હાલતમાં કથિત વિડીયો વાઇરલ થયો હતો.
છોટા ઉદેપુર જિલ્લાથી મોટા સમાચાર સામે આવ્યા છે.છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાએ રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે 23 જુલાઈએ રશ્મિકાંત વસાવાનો દારૂ પીધેલી હાલતમાં કથિત વિડીયો વાઇરલ થયો હતો.આ વિડીયો વાયરલ થયા બાદ ગુજરાતમાં દારૂબંધી અંગે ઘણા પ્રશ્નો ઉઠ્યા હતા.ત્યારબાદ આજે રશ્મિકાંત વસાવાએ રજીનામું આપી દીધું છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે પ્રદેશ ભાજપે કડક કાર્યવાહી કરતા રશ્મિકાંત વસાવાની રાજીનામું માંગી લેવામાં આવ્યું.રશ્મિકાંત વસાવાએ પોતાના રાજીનામા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને સંબોધીને લખ્યું છે
“આપ સાહેબની સૂચના અનુસાર હું છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રાજીનામું આપું છું.”
રાજીનામામાં રશ્મિકાંત લખેલા શબ્દો પરથી સ્પષ્ટ થાય છે કે પ્રદેશ ભાજપે તેમની પાસેથી રાજીનામું લખાવી લીધું છે અને તેમને જિલ્લા પ્રમુખ પદેથી દીધા છે.
જુઓ આ વિડીયો –
ચિક્કાર દારૂ પી ને લથડિયાં ખાતા હતા રશ્મિકાંત
ગઈકાલે છોટા ઉદેપુરમાં મનોનિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભવ્ય વિજય બદલ યોજાયેલા અભિવાદન સમારોહમાં રશ્મિકાંત વસાવા ચિક્કાર દારૂ પીને લથડિયાં ખાતા જોવા મળી રહ્યાં હતા.તેઓ એક વ્યક્તિના ટેક વગર ચાલી શકતા પણ ન હતા.એટલું જ નહિ, મંચ પણ રાજ્યના મહિલા મંત્રી નિમીષાબેન સુથાર પાસે બેઠા બેઠા પણ લથડિયાં ખાઈ રહ્યાં હતા.
રાજ્યના મહિલા મંત્રી નિમીષાબેન સુથાર સાથે કર્યું હતું અક્ષમ્ય વર્તન
દારૂ પીને નશામાં ચૂર થયેલા અને લથડિયાં ખાતા રશ્મિકાંત વસાવાએ રાજ્યના મહિલા મંત્રી નિમીષાબેન સુથાર સાથે અક્ષમ્ય વર્તન કર્યું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.આથી એવી પણ શક્યતાઓ બતાવવામાં આવી રહી છે કે નિમીષાબેન સુથારે પોતે રશ્મિકાંત વસાવાની પ્રદેશ હાઇકમાન્ડમાં ફરિયાદ કરી હતી અને ત્યારબાદ પ્રદેશ કક્ષાએથી આ પગલું લેવામાં આવ્યું છે.