બારડોલી : સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં બોરીગાળા ગામે સાપે ડંખ મારતા મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતુ.પ્રાપ્ત માહિતી મુજબ માંડવી તાલુકાનાં બોરીગાળા ગામે ડેરી ફળિયામાં રહેતા કેતનભાઈ દિનેશભાઈ ચૌધરીની માતા ઇલાબેન ગતરોજ 3:30 વાગ્યાની આસપાસ ઘરના આંગણામાં બેઠા હતા તે સમયે ઝેરી સાપે ડંખ માર્યો હતો.તેમને સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં લાવતા ફરજ ઉપર હાજર ડોક્ટર એ તેને મૃત જાહેર કરી હતી બનાવ અંગે માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.