મુંબઇ તા. ૧૫ : એકટર સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ એન્ગલની તપાસ કરી રહેલ એનસીબીનો દાવો છે કે તપાસ દરમિયાન સારા અલી ખાન,સીમોન અને રકુલનું નામ સામે આવ્યું છે.સુશાંતના ફાર્મ હાઉસ અને પવના ડેમ પર બનેલ ટાપુ ‘આપત્તી ગવંડે’ પર થયેલી પાર્ટી પર સંસ્થાની નજર છે.સુશાંત પોતાના મિત્રો સાથે અહીં ટાઇમ પસાર કરતો હતો અને પાર્ટીઓ યોજતો હતો.
એનસીબીએ ટાપુ પર જઇને તપાસ કરી અને સાથોસાથ એક વ્યકિતનું નિવેદન પણ લીધું સંસ્થાનું કહેવું છે કે નિવેદન અનુસાર ટાપુ પર સુશાંત સાથે રિયા અનેક વખત આવી હતી.સુશાંતની સાથે સારા અલી ખાન ચારથી પાંચ વખત આવી હતી.સુશાંત સાથે શ્રધ્ધા કપૂર પણ આવી ચૂકી છે.
આ સિવાય સુશાંતસિંહ સાથે દિપેશ સાવંત,સેમ્પુલ મિરાંડા, સોવીક પણ આ ટાપુ પર આવ્યા હતા. ટાપુ પર નશાની પાર્ટી યોજાતી હતી.બેફામ દારૂ પીવાતો હતો. ગાંજા અને અન્ય નશીલા પદાર્થોનો ઉપયોગ થતો હતો.એનસીબીના જણાવ્યા પ્રમાણે રિયાએ પણ પોતાના નિવેદનમાં સારા,રકુલ અને સિમોનનું નામ લીધું હતું જેની તપાસ ચાલુ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુશાંતસિંહ ફાર્મ હાઉસ અને ટાપુ પર યોજાતી પાર્ટીમાં સામેલ બાકીના લોકો ઉપર પણ એનસીબીની નજર છે.મોટર બોટ લઇ જનાર લોકોના નિવેદન પણ લેવામાં આવ્યા છે.